મુંબઇઃ ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય આ દિવસોમાં પોતાના લગ્ન જીવનને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છવાયેલી છે.
ઐશ્વર્યા રાય અને તેના પતિ અભિષેક બચ્ચન વચ્ચેના બગડતા સંબંધો વિશે લોકો વાતો કરતા જોવા મળે છે. જો કે, પરિવાર તરફથી આ અહેવાલોને ક્યારેય કોઈ પુષ્ટિ મળી નથી, પરંતુ આ દરમિયાન ઐશ્વર્યાએ કંઈક એવું કર્યું છે જેનાથી ફરી એકવાર તેના છૂટાછેડાની અફવાઓ શરૂ થઈ ગઈ છે. ઐશ્વર્યા રાયે પોતાના નામમાંથી બચ્ચન સરનેમ હટાવી દીધી છે. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં એશના નામ સાથે બચ્ચન સરનેમ દેખાઈ નથી. એક ઈવેન્ટમાં તેના નામની આગળ બચ્ચન સરનેમ જોવા મળી ન હતી, જે બાદ આ અફવાઓએ ફરી જોર પકડ્યું છે. નામમાં બચ્ચન સરનેમ ન હોવાના કારણે ચાહકોમાં ફરી એકવાર ચિંતા વધી ગઈ છે.
યુઝર્સે છૂટાછેડા વિશે અટકળો શરૂ કરી દીધી છે. ઘણા લોકો માને છે કે બંને વચ્ચે છૂટાછેડાની પુષ્ટિ થઈ ગઈ છે, તેથી એશે બચ્ચન અટક હટાવી દીધી છે.હાલમાં જ ઐશ્વર્યાએ દુબઇમાં ગ્લોબલ વુમન ફોરમના કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં તેણે મહિલા શક્તિકરણ પર વાત કરી હતી. આ કાર્યક્રમમાં ઐશ્વર્યાએ સ્ટેજ પર પગ મૂકતાની સાથે જ તેની પાછળના ડિસ્પ્લે પર તેનું નામ ‘ઐશ્વર્યા રાય’ લખેલું જોવા મળ્યું હતું, પરંતુ અટક ‘બચ્ચન’ ઉમેરવામાં આવી ન હતી. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેના પછી અટકળો શરૂ થઈ ગઈ છે કે તેની અને અભિષેક વચ્ચે બધુ બરાબર નથી, તેથી જ તેણે પોતાના નામમાંથી બચ્ચન સરનેમ હટાવી દીધી છે.
Reporter: admin