News Portal...

Breaking News :

પશુપાલકે ગાય રખડતી છોડી મૂકતા તેના વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

2025-06-13 15:59:19
પશુપાલકે ગાય રખડતી છોડી મૂકતા તેના વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ


વડોદરા : ગોરવા વિસ્તારમાં પશુપાલક દ્વારા પોતાને પશુને જાહેર રોડ પર રખડતા છોડી મૂકવામાં આવ્યા હતા. જેમાંથી એક ગાયને પાલિકાની ઢોર પાર્ટી પકડી હતી. જેથી સુપરવાઇઝર આ ગાયના પશુપાલકે ગાય રખડતી છોડી મૂકી હોય તેના વિરુદ્ધ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


વડોદરા મહાનગરપાલિકાની દબાણ અને સિક્યુરિટી વિભાગમાં કેટલ પોન્ડ સુપરવાઇઝર તરીકેસુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવી છે કે ગોરવા વિસ્તારમાં સમગ્ર પાર્ટીની ટીમ રખડતા પશુઓ પકડવા નીકળી હતી તે સમયે ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારના દશામા મંદીર સામેના હદ વિસ્તારમાંથી એક પશુને પકડીને ડોર પાર્ટીના ડબ્બામાં પુરવામાં આવ્યું હતું. 


દરમિયાન પશુ માલિક  ભરવાડ બીજલ ભાનુભાઈ (રહે-નવરંગપુરાના ઝુપડામા સાવિત્રી નગર સામે સમતા સુભાનપુરા પોલીસ સ્ટેશન પાછળ ગોરવા) તેમના ગાય જાહેર માર્ગ ઉપર રખડતા છુટા મુકવાની ઈરાદાપુર્વકની ગુનાહિત પ્રવૃતિને કારણે રોડ પરથી અવરજવર કરતા વાહન તથા રાહદારીઓને આ રખડતા ઢોરોને કારણે ગંભીર શારીરીક ઈજા થવાના કે જે ઇજાઓ કોઈ ત્રાહીત વ્યકિતનુ મૃત્યુ પણ નિપજાવી શકે પરિસ્થિતિનું નિર્માણ થતું હતું. જેને પરીણામે નાગરીકોમાં ભયજનક વાતાવરણ ઉભું થાય છે રખડતા પશુઓ પકડવાની કામગીરી વિવિધ કાયદાની જોગવાઇ અનુસાર જાહેર સલામતીને ધ્યાને રાખી ફરજના ભાગરૂપે કરવામાં આવે છે. તેમા પશુઓના માલીકો દ્વારા ઈરાદાપુર્વક ગુનાહીત માનસિકતાથી જાહેર સેવકને તેની ફરજ બજાવવામાં અવરોધ કરે છે. જે અંતર્ગત તેઓની વિરુધ્ધ  કામગીરીમા અવરોધ કરવા તથા ત્રાહીત વ્યકિતના જીવનું જોખમ ઉભું થતુ હોય તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Reporter: admin

Related Post