રૂવાદનો આધેડ યુવતીને લઇને ફરાર થઇ જતાં પત્નીએ પોલીસને જાણ કરી હતી. આધેડના પરિવારજનોએ ઉજ્જૈનમાં બંનેને શોધી નાંખ્યા હતા પણ યુવતીએ હોબાળો કરી આધેડ સાથે રવાના થઇ ગઇ હતી
પ્રાપ્ત વિગતો મુજબ વડોદરા તાલુકાના રૂવાદ ગામે રહેતાં રસીકભાઈ વાળંદ (ઉ.53,રે.પંચવટી ફળીયું,રૂવાંદ ગામ) ગત 18મી મેના રોજ કાયાવરોહણ ખાતેની દુકાને જવું છું તેમ કહીને ગામની 28 વર્ષીય યુવતી સાથે કયાંક ગુમ થયા હોવાની નોંધ રસીકભાઈ વાળંદના પત્નીએ વરણામા પોલીસ મથકે નોંધાવી હતી. આ સંબંધમાં પરિવારજનોએ તપાસ કરતાં બંને રતલામ તરફ ગયા હોવાની જાણ થઇ હતી તે પછી બંને ઉજ્જેૈન બસ સ્ટેન્ડ ખાતે જોવા મળતાં બંને સાથે પરિવારજનોએ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો
ત્યારે યુવતીએ હોબાળો કરતાં મામલો વકર્યો હતો જેથી હોબાળાનો લાભ ઉઠાવી યુવતી -આધેડ ત્યાંથી પણ ગુમ થઇ ગયા હતા. બંનેના મોબાઈલ સ્વીચ ઓૅફ આવતાં હોવાનું પોલીસ તપાસમાં સપાટી પર આવ્યું છે,જયારે આધેડને ત્રણ પુત્રીઓ પણ સપાટી પર આવ્યું છે,અગાઉ રસીક વાળંદના પિતા પુત્ર ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવવા માટે ડભોઇ પોલીસ મથકે પણ ગયા હતા.તેથી પોલીસે વધુ તપાસ હાથ ઘરી છે.
Reporter: News Plus