દિવસ–રાત કામગીરી શરૂ કરવા પાલિકાના અધિકારીઓને સૂચના, સમયમર્યાદામાં સંપન્ન કરવાનું નિર્દેશ...પેટા
વડોદરાના ગાર્ડન અને ઐતિહાસિક ઇમારતોના સમારકામને નવો ધસારો..

પાલિકામાં મ્યુનિસિપલ કમિશનર અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગુરુવાર ના રોજ મ્યુનિસિપલ કમિશનરના અરુણ મહેશ બાબુ ની અધ્યક્ષપદ હેઠળ શહેરના સિવિલ અને ગાર્ડન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કમિશનરે શહેરના રસ્તા, ગાર્ડન, તથા ઐતિહાસિક ઇમારતોના સમારકામ સંબંધિત મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરી અને કામગીરીને ગતિ આપવા સ્પષ્ટ આદેશ આપ્યા.કમિશનરે જણાવ્યું કે શહેરના મુખ્ય તેમજ આંતરિક માર્ગોમાં પડેલા ખાડાઓને ઝડપી ગતિએ પુરવામાં આવે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા શહેરના માર્ગોની સ્થિતિ બાબતે આપવામાં આવેલી સૂચનાઓના અનુસંધાનમાં પાલિકા તંત્રને એ દિશામાં તાત્કાલિક કામગીરી હાથ ધરવા જણાવ્યું છે.
અધિકારીઓ અને એન્જિનિયરિંગ વિભાગને દિવસ અને રાત્રિના બંને સમયમાં કામગીરી ચાલુ રાખવા આદેશ આપવામાં આવ્યા છે જેથી નાગરિકોને રાહત મળે. કમિશનરે કહ્યું કે સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ ના થવાથી સંબંધિત વિભાગની જવાબદારી નક્કી થશે.બેઠકમાં શહેરના ગાર્ડન વિભાગને પણ સ્વચ્છતા, હરિયાળી અને જાળવણી સંબંધિત કામગીરી તાત્કાલિક શરૂ કરવા સૂચના અપાઈ. શહેરના ગાર્ડનને વધુ આકર્ષક બનાવવાના હેતુસર નવી, લાઇટિંગ અને ઝાડની કાપણી જેવા કાર્યો વહેલી તકે શરૂ કરવાના હુકમ આપવામાં આવ્યા.આ ઉપરાંત, માંડવી, પાણીગેટ અને ન્યાય મંદિર જેવી ઐતિહાસિક અને હેરિટેજ ઇમારતોના સમારકામ અને સંબંધિત પ્રસ્તાનોને મંજૂરી આપી તાત્કાલિક કામ શરૂ કરવાનો નિર્ણય લેવાયો. આ ઇમારતોના સમારકામમાં આર્કિટેક્ચરલ મૂલ્ય જળવાઈ રહે તે માટે નિષ્ણાતોની સલાહથી યોજના તૈયાર કરવામાં આવશે.બેઠકમાં એન્જિનિયરિંગ, ગાર્ડન, હેરિટેજ, તથા ટાઉન પ્લાનિંગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાલિકા તંત્ર નાગરિક મુદ્દાઓ પ્રત્યે ગંભીર છે અને શહેરના વિકાસ માટે સતત કામગીરી ચાલુ રહેશે.
Reporter: admin







