News Portal...

Breaking News :

સંસ્કારી નગરી વડોદરાનું ગૌરવ કર્નલ સોફિયા કુરેશી : વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ એ કર્નલના પરિવારજનોનું સંન્માન કર્યું

2025-05-10 09:52:40
સંસ્કારી નગરી વડોદરાનું ગૌરવ કર્નલ સોફિયા કુરેશી : વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ એ કર્નલના પરિવારજનોનું સંન્માન કર્યું


ભારત દેશ ના નિર્દોષ 26 નાગરિકો નું આંતકવાદી ઓ એ જમ્મુ કાશ્મીર ના પહેલગાંવ માં ગોળી ઓ મારી નિર્મમ હત્યા કરી દેતા આખો દેશ આ ક્રૂર હત્યા કાંડ થી રોષે ભરાયો હતો કેન્દ્ર સરકાર નું નેતૃત્વ પણ આ સામુહિક હત્યાકાંડ થી ખુબ રોષ વ્યક્ત કર્યો હતો ત્યારે દેશ ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જી એ આંતકવાદી ઓના કૃત્ય ને સખી નહિ લઇ દેશ ના દુશ્મનો ને સબક શીખડાવા  દૃઢ નિશ્ચિંર્ય કર્યો હતો અને સેના ની ત્રણેય પાંખ ને છૂટો દૌર આપ્યો આંતકવાદી ઓને ખતમ કરવા નક્કી કરી લીધું હતું 


દેશ ના દુશ્મન એવા પાકિસ્તાનમાં આસરો લઇ રહેલા આંતકવાદી ઓનો ખાત્મો બોલાવા દેશ ની સેનાએ ઓપરેશન સિંદૂર હેઠણ  પી .ઓ .કે માં એર સ્ટ્રાઇક કરી હતી  આ આખા પોરેશન માં આંતકવાદી ઓના અડ્ડા અને આંતકવાદી ઓનો સફાયો કર્યો હતો આખો દેશ આ ઘટના નિહાળી હતી ત્યારે ઓપરેશન સિંદૂર  સફળ થયા અંગે ની પ્રેસ કોન્ફ્રેસ માં સેના ની કર્નલ સોફિયા કુરેશી એ આ આપરેશન સંદર્ભે પ્રેસ ને માહિતી આપી ત્યારે આખા દેશ ની નજર આ નારીશક્તિના સશક્ત મનોબળ અને તેમણે કરેલી કામગીરી પર હતી આખો દેશ આ પ્રેસ કોંફ્રેન્સ સંબોધન કરનાર કર્નલ સોફિયા કુરેશી જી ને જોઈ રહ્યો હતો જે મૂળ વડોદરા સાથે જોડાયેલ છે  કર્નલ સોફિયા કુરેશી વડોદરા ના તાંદલજા માં રહેતા સેના ના નિવૃત અધિકારી કર્નલ તાજુદ્દીન કુરેશી ની દીકરી છે  તાંદલજા વિસ્તાર ના જુમૈરાહ પાર્ક માં રહેતા આ પરિવાર પર વડોદરા તેમજ ગુજરાત ની પ્રજા ગર્વ અનુભવી રહી છે ઓપરેશન સિંદૂર વિષે દુનિયાને માહિતગાર કરનાર વીરાંગના કર્નલ સોફિયા કુરેશી ના માતા - પિતા તથા સમગ્ર પરિવાર સાથે  ભારતીય જનતા પાર્ટી ના પ્રતિનિધિ ઓ એ ગત ગુરુવાર 8 મે  ના રોજ સાંજે મુલાકાત કરી હતી અને આ પરિવાર ને સન્માનિત કરી તેમને અભિનંદન આપ્યા હતા 



વડોદરામાં જન્મેલ અને એમ.એસ.યુનિવર્સિટીમાં બાયોકેમિસ્ટ્રીનો અભ્યાસ કરનાર કર્નલ સોફિયા કુરેશી આજે દેશની રક્ષા માટે એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે તથા મહિલા શક્તિનું સશક્ત ઉદાહરણ છે.તેમના માતા પિતા અને પરિવાર સાથે સાંસદ ડો હેમાંગ ભાઈ જોશી  મેયર શ્રીમતી પિંકી બેન સોની ધારાસભ્ય શ્રીમતી મનીષા બેન વકીલ ધારાસભ્ય ચૈતન્ય ભાઈ દેસાઈ  ડે મેયર ચિરાગ ભાઈ બારોટ  પ્રદેશ મહિલા મોરચા ના મહામંત્રી સીમા બેન મોહિલે મહામંત્રી જસવંત સિંહ સોલંકી રાકેશ ભાઈ સેવક સત્યેનભાઈ કુલબકાર  સ્ટેન્ડિંગ ચેરમેન ડો શીતલ ભાઈ મિસ્ત્રી સહીત પદાધિકારી ઓ શહેર મોરચા ના હોદેદારો કાઉન્સિલરો સહિત ભાજપ ના અગ્રણી ઓ એ કર્નલ સોફિયા કુરેશી જી ના માતા પિતા ભાઈ અને પરિવાર નું સંન્માન કર્યું હતું સાંસદ ડો હેમાંગ ભાઈ જોશી એ વીરાંગના સોફિયા કુરેશી જી ના પિતા નિવૃત કર્નલ ને વંદન કર્યા અને ધન્ય છે આવા માતા પિતા ને જે આવી દીકરી ને જન્મ આપ્યો જેણે આખા દેશ નું નામ રોશન કર્યું છે અને આખા દેશ માં વડોદરા નું નામ રોશન કર્યું છે.

Reporter: admin

Related Post