અમદાવાદ: મ્યુઝિક લવર્સ જે દિવસની રાહ જોતા હતા તે 25 જાન્યુઆરીનો દિવસ આવી ચૂક્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહેલી કોલ્ડપ્લે કોન્સર્ટને હવે ગણતરી કલાકો બાકી છે.
મ્યુઝિક લવર્સને ડોલાવવા માટે ક્રિસ માર્ટિનની ટીમ અમદાવાદ આવી પહોંચી છે.દુનિયાભરના ફેન્સ જેની એક જલક જોવા માગે છે તે કોલ્ડપ્લેનો લીડ સિંગર ક્રિસ માર્ટિન 24 જાન્યુઆરીની મોડીરાત્રે અમદાવાદની ગલિયોમાં ટુ-વ્હીલર પર ફરવા નીકળી પડ્યો હતો. કોઈપણ જાતની સિક્યુરિટી વગર ક્રિસ માર્ટિનએ ટુ-વ્હીલર પાછળ બેસીને સવારીની મજા માણી હતાં. આ પહેલાં પણ મુંબઈ પહોંચતાં જ તે મરિનડ્રાઈવ પણ પહોંચી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજનારા 25 અને 26 જાન્યુઆરીના કોન્સર્ટ માટે મુંબઈ, બેંગ્લોર સહિતથી ફેન્સ 2500થી 25000ની ટિકિટ લઈ અમદાવાદ ક્રિસ માર્ટિનને સાંભળવા આવવાના છે. સાંજે પાંચ વાગ્યાથી શરૂ થનારી આ ઈવેન્ટ માટે પ્રેક્ષકોને બપોરે 2 વાગ્યાથી જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત થશે. સ્ટેડિયમમાં અંદાજે 1 લાખ કરતા વધુ લોકો ઉપસ્થિત રહેવાના હોવાથી જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે. ઈવેન્ટના કારણે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે પણ પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગોની યાદી જાહેર કરવામાં આવી છે.
Reporter: admin