વોશિગ્ટન: મુંબઈ 26/11 આતંકવાદી હુમલાના દોષીત તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ મામલે ભારતને મોટી સફળતા મળી છે.
યુએસ સુપ્રીમ કોર્ટે શનિવારે તહવ્વુર રાણાનું ભારતને પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી દીધી છે. તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે. તે મુંબઈ આતંકવાદી હુમલા કેસમાં વોન્ટેડ છે, ભારત લાંબા સમયથી તેના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે છે.પ્રત્યાર્પણના ઓર્ડરને રાણાએ નીચલી અદાલતો પડકાર્યો હતો, જ્યાં તે કેસ હારી ગયો હતો. રાણાએ પ્રત્યાર્પણ સામે યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ભારતને પ્રત્યાર્પણ રોકવા રાણાને પાસે આ છેલ્લી કાયદાકીય તક હતી.16 ડિસેમ્બરના રોજ, યુએસ સોલિસિટર જનરલ એલિઝાબેથ બી પ્રીલોગરે સુપ્રીમ કોર્ટને રાણાની અરજી ફગાવી દેવા વિનંતી કરી.
રાણાના વકીલ જોશુઆ એલ ડ્રેટેલે 23 ડિસેમ્બરના રોજ જવાબમાં યુએસ સરકારની ભલામણને પડકારી અને સુપ્રીમ કોર્ટને વિનંતી કરી કે તેમની રિટ સ્વીકારવામાં આવે.રાણા પર 26/11 ના મુંબઈ હુમલા બાબતે ગંભીર આરોપ છે. તે પાકિસ્તાના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ના ડેવિડ કોલમેન હેડલી સાથે સંકળાયેલો હતો, હેડલી મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ છે. મુંબઈમાં 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં છ અમેરિકનો સહિત કુલ 166 લોકો માર્યા ગયા હતા. 10 પાકિસ્તાની આતંકવાદીઓએ 60 કલાકથી વધુ સમય સુધી શહેરને બાનમાં લીધું હતું.
Reporter: admin