વડોદરાની પ્રજા માથે ઉપકાર કરવા માટે કોર્પોરેશનમાં નોકરી કરતા કોર્પોરેશનના સરકારી અધિકારીઓ માટે હવે નવા એસી આવ્યા છે.

લાખોનો પગાર મેળવતા અને ઉપરથી મલાઇ પણ ખાતા અધિકારીઓ ગરમીમાં કામ કરવા ટેવાયેલા નથી અને તેમને ગરમી પણ સહન થઇ શકતી નથી તેથી પાલિકાના આવા તમામ અધિકારીઓ માટે નવા એસી ખરીદાયા છે અને કેટલાક અધિકારીની કચેરીમાં તો નવા એસી લાગી પણ ગયા છે. વડોદરાની ગરમી અને બફારામાં એસી કેબિનમાં બેસીને વડોદરાની જનતાની સેવા કરનારા અધિકારીઓ એસીની ઠંડી હવાની મજા માણી રહ્યા છે. ખરેખર તો ગરમી હોય તે ઠંડી કે પછી ભારે વરસાદ હોય..
પાલિકાના અધિકારીઓએ શહેરમાં ફરીને જનતાને મદદ કરવી જોઇએ પણ વડોદરાની પ્રજાના ટેક્સના રુપિયામાં તાગડધિન્ના કરનારા કોર્પોરેશનના અધિકારીઓ તો એમ જ માનીને ચાલે છે કે તેમને તો ફરજિયાત અહી સેવા કરવા મોકલાયા છે એટલે તેઓ એસી કેબિનમાં બેસિને જ વહિવટ કરશે. એસીનો ભરપૂર ઉપયોગ થવાના કારણે લાખો રુપિયાનું લાઇટ બિલ પણ આવી રહ્યું છે અને તે પણ વડોદરાના લોકોના ખીસ્સામાંથી ભરાય છે. લૂંટ સકો તો લૂંટ લો ની નીતિથી ચાલતા કોર્પોરેશનનો એક પણ અધિકારી એમ કહી દે કે તે એસીનો ઉપયોગ નહી કરે તો વડોદરાના લોકો તેનું સન્માન કરશે.
Reporter: admin