News Portal...

Breaking News :

સાંસદે એક વર્ષ વેડફ્યું,વડોદરાવાસીઓ માટે બાર મહિનામાં બાર ઠોસ કામ નહી કરાવી શક્યા

2025-06-05 10:22:07
સાંસદે એક વર્ષ વેડફ્યું,વડોદરાવાસીઓ માટે બાર મહિનામાં બાર ઠોસ કામ નહી કરાવી શક્યા


સાંસદના લેટરપેડ પર લખી દેવાથી તમે કામગીરી કરી દીધી તેમ કહી શકાય નહી 



સેનાપતિ સાંસદ હેમાંગ જોશી.....તમે બાર મહિનામાં વડોદરાની જનતાના બાર ઠોસ કામો સફળતાપૂર્વક કર્યા હોય તો પ્રેસ કોન્ફરન્સ કરો... 
સાંસદ હેમાંગ જોશીએ આજે સાંસદ તરીકે એક વર્ષનો કાર્યકાળ પુર્ણ કર્યો છે. સાંસદે બાર મહિનામાં બાર કામ પણ કર્યા નથી. વડોદરાનાં સળગતા પ્રશ્નો હજુ પણ ઉભા છે. વડોદરાને ઇન્ટરનેશનલ ફ્લાઇટ હજુ મળી નથી. પૂર્વ સાંસદે કરેલા અધુરા કામો પણ પૂર્ણ કર્યા નથી અને એક પણ નવું કામ તો તેમણે પુરુ કર્યું નથી પ્રસિદ્ધીની વાત આવે ત્યારે લોકોને ગુમરાહ કરવા સોશિયલ મીડિયાનો સહારો લઇ લે છે. વડોદરાવાસીઓને સીધો ફાયદો થયો હોય તેવું એક પણ કામ સાંસદ હેમાંગ જોશીએ કર્યું નથી અને જો કર્યું હોય તો વડોદરાની જનતા સમક્ષ રજુ કરે. પણ તે નહીં કરી શકે. કુંભમેળામાં વડોદરાથી ખાસ ટ્રેન અને બસ શરુ કરાવી તે કામ ના કહેવાય. કેન્દ્ર સરકારમાંથી વડોદરાની જનતાને ફાયદો થાય તેવા કેટલા કામ એક વર્ષમાં તેમણે કરાવ્યા છે તેનો હિસાબ સાંસદે વડોદરાની જનતાને આપવો પડે. પણ ટ્રેન અને બસ શરુ કરાવી સોશિયલ મીડિયામાં પોસ્ટરો વાયરલ કરવાથી તમે સાંસદ તરીકે કરેલી કામગીરી દર્શાવી શકો નહી તે વાત તેમણે સમજવી જોઇએ. સાંસદના લેટરપેડ પર લખી દેવાથી તમે કામગીરી કરી દીધી તેમ કહી શકાય નહી . માત્ર પત્રો લખી દેવાથી વડોદરાની જનતાનું ભલુ થવાનું નથી પણ તેના માટે જમીન પર નક્કર કામગીરી અને સફળ કામગીરી કરવી જોઇએ. પ્રેસ કોન્ફરન્સો કરીને માત્ર વ્યક્તિગત વાહવાહી લૂંટવા સિવાય તેમણે કોઇ કામ કર્યું નથી. તાળી પાડનારા પણ તમારા અને તમારી સાથે સ્ટેજ પર બેસનારા પણ તમારા...ઓપરેશન સિંદૂરની સફળતાનો પોતે જશ લઇને પ્રેસ કોન્ફરન્સ કરનારા બાબાભાઇએ બાર મહિનામાં વડોદરાની જનતા માટે બાર કામો કર્યા હોય તો પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરવા જોઇએ. પણ આ એક વર્ષ તેમણે માત્ર પ્રસિદ્ધી જ મેળવી છે..નક્કર કામગીરી કરી નથી તે વાત ચોક્કસ છે.



વડોદરાને હજુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ મળી નથી...
વડોદરામાં પૂર્વ સાંસદે ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરી હતી પણ સાંસદ હેમાંગ જોશી એક વર્ષમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ શરુ કરાવી શક્યા નથી. વડોદરા એરપોર્ટથી વિદેશ જતાં મુસાફરોને હવે અહીંથી તેમના સામાનનું કસ્ટમ ઇમિગ્રેશન ક્લિયરન્સ મળી શકશે. જો કે વડોદરાથી એક પણ વિદેશની ફ્લાઇટ ઓપરેટ થતી નથી. પૂર્વ સાંસદના આ અધૂરા કામને સાંસદ હેમાંગ જોશીએ એક વર્ષમાં પુરુ કરવાની જરુર હતી પણ તેમણે કોણ જાણે કેમ પણ વડોદરાની જનતાને ફાયદો થાય તેવા કામો કરવાના બદલે પોતાની પ્રસિદ્ધી થાય તેવા કામો કરવામાં રસ વધુ હતો એટલે સાંસદે એક વર્ષ વેડફી નાખ્યું છે. 

સાંસદ દબાણો તોડવા કુદી પડે છે...
સાંસદને કેન્દ્ર સરકારને લગતાં અનેક સળગતા સવાલોનો ઉકેલ લાવવા માટે ચૂંટવામાં આવે છે પણ વડોદરાના સાંસદ હેમાંગ જોશીને કેન્દ્રના પ્રશ્નોના બદલે કોર્પોરેશનના પ્રશ્નોમાં વધુ રસ દેખાતો આવ્યો છે. આ એક વર્ષમાં એવા ઘણા પ્રસંગો બન્યા છે જેમાં બાબાભાઇ કુદી પડેલા છે. વડોદરામાં ગેરકાયદેસર દબાણો તોડવા પણ તે કુદી પડ્યા હતા પણ પોતાના કેન્દ્રને લગતા કામો ક્યા કરવા તેની તેમને ખબર જ નથી. તેમની માનસિક્તા કોર્પોરેશન લેવલના કામો કરવાની છે પણ કેન્દ્રમાંથી સારા પ્રોજેક્ટ લઇ આવીને વડોદરાનો વિકાસ કરવાનું તેમને સુઝતું નથી.

Reporter: admin

Related Post