ભોપાલ : વિધાનસભા ચૂંટણી પેહલા શિવરાજ સરકારે લાડલી બ્રાહ્મણ યોજના લાભાર્થીઓને ૪૫૦ રૂપિયામાં એલપીજી સિલિન્ડર અપવા નિર્ણય કર્યો છે. ૪૫૦ રૂપિયાનું સિલિન્ડર ભરી આપવાનું મુખ્યમંત્રી લાડલી બ્રાહ્મણ યોજનાના લાભાર્થીઓ માટે નક્કી કરાયું છે
લાડલી બહેન યોજના હેઠળ LPG સિલિન્ડર 450 રૂપિયામાં મળશે. આંગણવાડી કાર્યકરોને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ મળશે, જેમાં કોઈ વ્યક્તિના મૃત્યુ પર ૨ લાખ રૂપિયાની વીમા રકમ મળશે. અગાઉ મુખ્યમંત્રીએ રક્ષાબંધન નિમિતે બહેનોને ૨૫૦ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો હતો.અને લાડલી બ્રાહ્મણ યોજનામાં ભાગ લેનાર બહેનોને દર મહિને જે ૧૨૫૦ રૂપિયા મળતા હતા એમાં ૨૫૦ રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો .
આ યોજનામાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ આગળ પણ દરેક મહિલાઓ લઇ શકશે. આંગણવાડી કાર્યકરો ને પણ લાભ આપવામાં આવશે.રક્ષાબંધન નિમિતે બેહનો માટે આ ખુબ મોટી ભેટ છે, અગાઉ પણ મુખ્યમન્ત્રીએ બેહનોને ૨૫૦ રૂપિયા વધારે આપીને ભેટ આપેલ છે.
Reporter: admin