News Portal...

Breaking News :

કાશ્મીરના ડોડામાં વાદળ ફાટ્યું અનેક ઘરો તણાયા,બે લોકોના મોત

2025-08-26 16:40:39
કાશ્મીરના ડોડામાં વાદળ ફાટ્યું અનેક ઘરો તણાયા,બે લોકોના મોત


જમ્મુ: કાશ્મીરના ડોડામાં વાદળ ફાટ્યું છે. ડોડા જિલ્લાના થાથરી સબ-ડિવિઝનમાં વાદળ ફાટવાની ઘટનાએ ભારે તબાહી મચાવી છે. 


પહાડો પરથી આવેલાં પૂરને કારણે અનેક ઘરો તણાયા છે, જેના કારણે સ્થાનિકો ભયભીત છે. અસરગ્રસ્ત વિસ્તારમાં રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે વૈષ્ણોદેવી યાત્રા રોકવામાં આવી છે.અચાનક આવેલા પૂરમાં 10થી વધુ ઘરો તણાઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં ડોડામાં 4 લોકોના મોત થયા છે. જિલ્લાના ભલેશા, થાથરી અને મરમતમાં વાદળ ફાટવાના કારણે આવેલા અચાનક પૂરમાં અનેક પુલ પણ તણાઈ ગયા છે.એક અધિકારીએ જણાવ્યું હતું કે ઘર ધરાશાયી થવાથી બે લોકોના મોત થયા છે, જ્યારે બે લોકોના મોત ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં થયા છે. પૂરમાં રહેણાંક વિસ્તારો અને અન્ય મિલકતોને નુકસાન થયું છે.


બટોટે-કિશ્તવાડ નેશનલ હાઈવે (NH-244) પણ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે વાહનોની અવરજવર ઠપ્પ થઈ ગઈ છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ડોડા અને કિશ્તવાડમાં જિલ્લા વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ એલર્ટ પર છે. બંને જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે.આ પહેલા 14 ઓગસ્ટના રોજ કિશ્તવાડ જિલ્લાના ચાસોટી ગામમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. આમાં 65 લોકોના મોત થયા હતા, જ્યારે 200 લોકો હજુ પણ ગુમ છે. વાદળ ફાટવાના કારણે આવેલા અચાનક પૂરમાં મચૈલ માતા યાત્રા માટે આવેલા ઘણા શ્રદ્ધાળુઓ, તેમની બસો, તંબુઓ, લંગર અને દુકાનો તણાઈ ગઈ હતી.

Reporter: admin

Related Post