વડોદરા : શહેર પોલીસ દ્વારા સતત બીજા દિવસે કારમાંથી દારૂ પીધેલી હાલતમાં બે યુવકને ઝડપી પાડવામાં આવ્યા હોવાનો કિસ્સો બન્યો છે.
વાસણા ફાયર સ્ટેશન પાસે પોલીસે ગઈ રાતે બલેનો કારને આંતરી તપાસ કરતા કાર ચાલક સમીર મૂકીમ અન્સારી અને બાજુમાં બેઠેલા ઈમામહસન હફીઝઉલ્લા અન્સારી (બંને રહે.અલહતિમ ફ્લેટસ, કિસ્મત ચોકડી, તાંદલજા) દારૂના નશામાં જણાઈ આવ્યા હતા. પોલીસે તેઓની કાર કબજે લઈ દારૂ પી વાહન ચલાવવા બદલ તેમજ દારૂબંધીના ભંગ બદલનો ગુનો નોધી ધરપકડ કરી હતી.
Reporter: admin







