મહાત્મા ગાંધીજીનાં સ્વચ્છ ભારતનાં સ્વપ્નને સાકાર કરવા માટે પ્રતિવર્ષ ૧૭ મી સપ્ટેમ્બરથી ૨જી ઓક્ટોબર સુધી દેશભરમાં ‘સ્વચ્છતા હી સેવા’ પખવાડિયાનું આયોજન કરવામાં આવે છે.
વડોદરા આકાશવાણી દ્વારા પણ આ પખવાડિયું સ્વચ્છતા માટેની આપણી જવાબદારી અને યોગદાનને પ્રોત્સાહિત કરવા તારીખ ૧૭મી સપ્ટેમ્બર થી ૨ જી ઓક્ટોમ્બર સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયાનું આયોજન સ્વચ્છતા મારો સ્વભાવ, સ્વચ્છતા મારા સંસ્કારની થીમ પર કરવામાં આવ્યું હતું. તારીખ ૧૫ મી સપ્ટેમ્બરના રોજ આજુબાજુના એરિયામાં સ્વચ્છતા કરી જાગૃતિ લાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ૧૭મી સપ્ટેમ્બરના રોજ પર્યાવરણ બચાવવાના વડાપ્રધાન નરેન્દ્રમોદીના ઉમદા અભિગમને ખાસ ઝૂંબેશ ‘એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ટેરીટોરિયલ આર્મીના કમાન્ડિંગ ઓફિસર કર્નલ પ્રીના વર્માના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
૧૮ મી સપ્ટેમ્બરના રોજ સ્વચ્છતા શપથ દરેક અધિકારી અને કર્મચારીઓ ને લેવડાવ્યા હતા. અને સંસ્થાની આંતરિક અને બાહ્ય સફાઈ કામગીરી તેમજ અધિકારી/કર્મચારીગણ દ્વારા શ્રમદાન વગેરે સ્વચ્છતા સંબંધી પ્રવૃતિઓ તારીખ ૨ જી ઓક્ટોમ્બર સુધી આયોજન કરવામાં આવેલ છે.આકાશવાણી વડોદરાના સ્ટેશન ડાયરેક્ટ જગદીશ પરમારે જણાવ્યું કે આકાશવાણી – વડોદરાનાં સર્વે કર્મચારી/અધિકારીગણ ઉત્સાહથી આ સ્વચ્છતા પખવાડિયામાં ભાગ લઈ રહ્યા છે.વડોદરા સહિત રાજ્યભરમાં સ્વચ્છતા અને પર્યાવરણ રક્ષણના અભિયાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ૨ ઓક્ટોબર સુધી ચાલનારી આ ખાસ ઝૂંબેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન થકી સમૃદ્ધ સમાજનો પાયો નખાશે. વડાપ્રધાનનો સંકલ્પ જન-જન સુધી પહોંચાડવા વડોદરા આકાશવાણી પણ કટિબંધ છે
Reporter: