વડોદરા : કૃષ્ણ જન્માષ્ટમી ના બીજા દિવસે મટકી ફોડ નો કાર્યક્રમ યોજાતો હોય છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં તૈયાર માટલી તૈયાર વેચાણ જોવા મળી રહ્યું છે.

વડોદરા શહેર ના બજારોમાં રંગો અને તૈયાર ડિઝાઇન વાળી માટલીઓનું વેચાણ જોવા મળ્યું છે ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં આજે કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે આવતીકાલે અનેક વિસ્તારમાં કનૈયાઓ માટલી ફોડ કાર્યક્રમ યોજાતો હોય છે વડોદરા શહેરના બજારોમાં તૈયાર કરાયેલી માટલીઓ નું વેચાણ જોવા મળ્યું હતું.

પહેલાં લોકો માટલી લટકાવવામાં માટે ધણી મહેનત પડતી હતી અને આજના સમયમાં બાળકો માટે તૈયાર કરેલ માટલી ઓ લઈ જતા હોય છે. આ વર્ષે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા 500 થી વધુ માટલીઓ તૈયાર કરવામાં આવી છે અને કનૈયાઓ માટે ના જીવા દરે મળી રહે તેનું ધ્યાન આવી રહ્યો છે જેથી બાળકો આપણી પરંપરા અને સંસ્કૃતિ જાળવી રાખે તે હેતુથી માટલીઓ તૈયાર કરવામાં વેચાણ કરવામાં આવી રહ્યુ છે. તેમ રાકેશ ભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતુ.



Reporter: admin







