વડોદરા : નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા 12 મી કાવડ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે

તારીખ 18 ઓગસ્ટ 2025 ના રોજ સવારે સાત કલાકે સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી કાવડ યાત્રા ની શરૂઆત કરવામાં આવશે આ કાવડ યાત્રામાં બ્રહ્મોસ મિસાઈલ બનાવવામાં આવી છે વડોદરા શહેરના નવનાથ મહાદેવ દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી કાવડ યાત્રા નું આયોજન કરવામાં આવતું હોય છે

ત્યારે આ વર્ષે પણ શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કાવડ યાત્રામાં વિવિધ લોકો દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ કાવડ યાત્રામાં તમામ શિવ ભક્તોને છોડાવવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


Reporter:







