ચંડીગઢ: બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર અને બંધારણ મુદ્દે રાજકારણમાં ભારે ધમાસાણ જોવા મળી રહ્યું છે.

પહેલા સંસદમાં આંબેડકર અને બંધારણ મુદ્દે ધમપછાડા થયા, પછી મહારાષ્ટ્રના પરભણીમાં હિંસા થઈ અને હવે ચંડીગઢ કોર્પોરેશની બેઠકમાં બબાલ થઈ છે. મળતા અહેવાલો મુજબ કોર્પોરેશનની બેઠકમાં આમ આદમી પાર્ટી અને ભાજપના કાઉન્સિલરો વચ્ચે ભયંકર બબાલ થઈ છે. તેમની વચ્ચે મારામારી થઈ હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે.વાસ્તવમાં આંબેડકર વિરુદ્ધ કથિત ટિપ્પણીના વિરોધમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ એક પ્રસ્તાવ લાવ્યા હતા, જેમાં તેમના રાજીનામાની માંગ કરવામાં આવી હતી.
જોકે આ મામલે ભાજપના કાઉન્સિલરો ગુસ્સે ભરાયા હતા અને તેઓએ પુરજોશમાં વિરોધ શરૂ કરી દીધો હતો. ત્યારબાદ સામ-સામે ભારે સૂત્રોચ્ચાર થયા, બબાલ શરૂ થઈ અને પછી હિંસક વિરોધ શરૂ થઈ ગયો, જેમાં કાઉન્સિલો મારામારી પર ઉતરી આવ્યા.ચંડીગઢ કોર્પોરેશમાં કાઉન્સિલરો વચ્ચેની મારામારીનો વીડિયો CCTVમાં કેદ થયો છે. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયોમાં કાઉન્સિલો મારામારી કરતા જોવા મળી રહ્યા છે. કેમેરો છતાં કેટલાક કાઉન્સિલરો મારામારી કરતા રહ્યા અને તેઓ અટક્યા પણ નહીં. વિપક્ષોએ હોબાળા વચ્ચે અમિત શાહ પર આંબેડકરનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો છે. જોકે ભાજપના નેતાઓએ આરોપોનું ખંડન કર્યું છે.
Reporter: admin