કાબુલ : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની બોર્ડર પર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.
આ દરમિયાન રિપોર્ટ્સ મુજબ, આજે એટલે કે 11 ઓક્ટોબરે રોજ પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર જાજી-આર્યુબ જિલ્લામાં પાકિસ્તાની સેના અને તાલિબાની સેના એકબીજા સામે ભારે ફાયરિંગ કરી રહ્યા છે. આ ઘટનામાં પાકિસ્તાનના 5 સૈનિકોના મોત થયાના અહેવાલ સામે આવ્યા છે અને હજુ વધુ ભારે જાનહાનિ થવાની શક્યતા છે. ગઈ 9 ઓક્ટોબરે પાકિસ્તાને અફઘાનિસ્તાનના કાબુલ, ખોસ્ત, જલાલાબાદ અને પક્તિકામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ચીફ નૂર વલી મહેસુદને નિશાન બનાવીને અનેક હવાઈ હુમલા કર્યા હતા. જે પછી અફઘાનિસ્તાને હવે પાકિસ્તાની હવાઈ હુમલાઓનો જવાબ આપ્યો. અફઘાનિસ્તાનની 201મી ખાલિદ બિન વલીદ આર્મી કોર્પ્સે મોડી રાત્રે પાકિસ્તાનના નંગરહાર અને કુનાર પ્રાંતમાં ડુરાન્ડ લાઇન નજીક પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર હુમલા શરૂ કર્યા છે અને હાલ બંને દેશની સેના એક બીજા સામે ફાયરિંગ કરી રહ્યા છે.
અફઘાનિસ્તાનમાં શાસક તાલિબાન સરકારના સંરક્ષણ મંત્રાલયે એક મીડિયા એજન્સીને જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનના સૈન્ય દળોએ ઘણી પાકિસ્તાની ચોકીઓ કબજે કરી છે, જ્યારે કુનાર અને હેલમંડ પ્રાંતમાં અફઘાન સરહદ પર એક-એક પાકિસ્તાની ચોકીનો નાશ કરવામાં આવ્યો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્તિકા પ્રાંતના રુબ જાજી જિલ્લામાં આજે સવારથી અફઘાન સરહદી દળો અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે અથડામણ ચાલુ છે.મીડિયા અહેવાલ મુજબ, અફઘાન અને પાકિસ્તાની દળો વચ્ચેની અથડામણમાં પાંચ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને બે અન્ય ઘાયલ થયા છે. સામ-સામેની લડાઈમાં પાકિસ્તાની સેનાને નોંધપાત્ર નુકસાન થયું છે, જેમાં તેના લશ્કરી ઠેકાણાઓને નોંધપાત્ર નુકસાન થયું છે. અફઘાન સૈનિકોએ પાકિસ્તાની સૈનિકો પાસેથી શસ્ત્રો પણ જપ્ત કર્યા છે.
Reporter: admin







