મોરબી શહેરના મચ્છી માર્કેટ વિસ્તારમાં મોડીરાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થતા પથ્થરમારો થવાથી મચ્છી માર્કેટ વિસ્તારમાં ભય વ્યાપી ગયો હતો. આ બનાવની જાણ થતા સૌ પ્રથમ મોરબી પોલીસની પીસીઆર સ્થળ પર પહોચી હતી.
પરંતુ સ્થિતી બેકાબુ લાગતા એલસીબી , એસીબી સહિતની ટીમ ઉતારવી પડી હતી. મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં રેહતા અજીમ સલેમાન થૈયમ નામનો યુવાન તેના અન્ય મિત્રો અબુ ખમીશા થૈયમ,મહેબુબ કાસમ થૈયમ,અને કાદર હબીબ ભટ્ટી શેરીમાં ઉભા હતા તે દરમિયાન કેટલાક યુવાન પુર ઝડપે બાઈક લઈને નીકળતા બાઈક ધીમે ચલાવવા બાબતે ઠપકો આપ્યો હતો થોડી વાર બાદ જુસબ ગુલ મહમદ મોવર ,ઈબ્રાહીમ અકબર મોવર નિઝામ સલીમ મોવર સહિતના ત્યાં આવી પહોંચ્યા હતા અને છોકરાને કેમ ઠપકો આપો છો તેમ કહી ચારેય ઉશ્કેરાઈ ગયા હતા
સામેપક્ષે અનવર ઈબ્રાહીમ મોવરે આરોપી અજીમ સલેમાન થૈયમ અબુ ખમીશા થૈયમ,મહેબુબ કાસમ થૈયમ,અને કાદર હબીબ ભટ્ટી સામે ફરિયાદ નોધાવી હતી જેમાં જણાવ્યું હતું કે તેમના છોકરાઓ સાઈકલ અને એકટીવા ચલાવીને નીકળતા આરોપી અજીમે તેઓને ઠપકો આપ્યો હતો અને આરોપીઓ ઉશ્કેરાઇને ગાળાગાળી કરી હતી. એ ડિવિઝનના પીઆઇ એચ. એ. જાડેજાએ જણાવ્યું હતું કે, એ વિસ્તારમાં ઘરની સામે છોકરાઓની બાબતે મોટેરાઓ ઉશ્કેરાયા હતા. બે પરિવારો વચ્ચે પથ્થરમારો થયો હતો. બીજા કોઈ હથિયારોનો ઉપયોગ ન થયાનું જણાવી બે ગુના દાખલ કરી જાહેર શાંતિ સુલેહને ભંગ કરવા બદલ સાત વ્યક્તિની અટકાયત કરી હતી.
Reporter: News Plus