દરભંગા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને માતાને અપશબ્દો કહેવા બદલ આજે ભાજપ અને કોગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી.

દરભંગામાં આરજેડી અને કોંગ્રેસની સંયુક્ત રેલીને સંબોધિત કરતાં પીએમ મોદી અને તેમની માતા વિરૂદ્ધ અભદ્ર ટીપ્પણી કરવા બદલ આજે ભાજપના કાર્યકરોએ પટનામાં કોંગ્રેસ કાર્યાલયની બહાર દેખાવો કર્યા હતા. બાદમાં આ દેખાવો આક્રમક બન્યા હતાં.મીડિયા એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા વીડિયોમાં બંને પક્ષના કાર્યકરો એકબીજા સાથે ઝપાઝપી કરતા જોવા મળ્યા છે. તેઓ પક્ષના ઝંડો લઈ એકબીજા પર હુમલો કરી રહ્યા હતા.નજીકના પોલીસ સ્ટેશનને ઘટનાની જાણ થતાં જ તે ઘટનાસ્થળે પહોંચી હતી. કોંગ્રેસના નેતાઓ ભાજપના કાર્યકરો પર આક્ષેપ કર્યો હતો કે, ભાજપના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલયનો ગેટ તોડી અંદર ઘૂસ્યા હતા. તેમણે લાઠીઓ ઉગામી હતી.

કાર્યાલયમાં પાર્ક કરેલી ગાડીઓના કાચ તોડ્યા હતા. પથ્થરમારો પણ કર્યો હતો. જેમાં કોંગ્રેસના અમુક કાર્યકરોને ઈજા પહોંચી હતી. એક કાર્યકરનું માથુ પણ ફાટી ગયુ હતું. ભાજપના નેતાઓએ સદાકત આશ્રમ સુધી રેલી યોજી રાહુલ ગાંધી અને I.N.D.I.A ગઠબંધનના અન્ય નેતાઓ વિરૂદ્ધ નારેબાજી કરી હતી. આ દેખાવો દરમિયાન ભાજપના કાર્યકરોએ પટનામાં કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય સદાકત આશ્રમમાં તોડફોડ કરી હતી. કોંગ્રેસ કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો હતો. બંને પક્ષોએ એક-બીજા પર લાઠીઓ વરસાવી હતી. પથ્થરમારો પણ થયો હતો. પરિસ્થિતિને અંકુશમાં લેવા પોલીસે બળ પ્રયોગ કર્યો હતો.
Reporter: admin







