શહેરની મધ્યમાં આવેલી સી કે શાહ વિજાપુર વાળા ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ એમબીએ કોલેજના વિદ્યાર્થીઓનો એન્યુઅલ ડે એસએસજી હોસ્પિટલના મેડિકલ ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ અંગેની માહિતી આપતા એમબીએ કોલેજના ડાયરેક્ટર ડોક્ટર કેરવ પંડ્યા એ જણાવ્યું હતું કે અમારી કોલેજમાં એમબીએમાં પાંચ અને બીબીએમાં ત્રણ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો તથા જુદી-જુદી યુનિવર્સિટીઓમાં કોલેજને જેઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું તથા બેસ્ટ પ્રોજેક્ટ અને એક્સ્ટ્રા કરીક્યુલર એક્ટિવિટી થઈને કુલ 40 લોકોને એવોર્ડ આપવામાં આવ્યા હતા. મહાવીર જૈન વિદ્યાલયના સેક્રેટરી પ્રતાપભાઈ શાહ તથા દિવ્યાંગભાઈ સાહેબ જણાવ્યું હતું કે વડોદરાના પનોતા પુત્ર વલ્લભસુરી મહારાજ ને દીર્ધદ્રષ્ટિથી મહાવીર જૈન વિદ્યાલય ટ્રસ્ટ દાયકાઓથી સમાજની સેવા કરતું આવ્યું છે આજે એમના પ્રતિમાની સામે દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

ડોક્ટર કેરવ પડ્યા એ જણાવ્યું કે અમારા વાર્ષિકોત્સવમાં વડોદરાના મુખ્ય ઇન્કમટેક્સ કમિશનર ભાવના યશરોય એ ખાસ ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. ભાવનાબેન એ વિદ્યાર્થીઓને જીવનમાં નાસીપાસ ન થતા નિષ્ફળતાઓમાંથી રસ્તો કાઢીને જીવનમાં આગળ વધવાની શીખ આપી હતી. તેઓના ભાષણથી વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. આ ૧૪ માં વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણિતા જૈન અગ્રણી દીપક શાહ, ગુજરાતના વાઇસ ચેરમેન કેતન મહેતા, બીપીનભાઈ શાહ મહેન્દ્રભાઈ પુનાતર બેસેલ સ્કૂલના પ્રિન્સિપાલ જેમ્સ તથા કેળવણીકાર કેપીસર,મેઘા હિડોચા, કોલેજના અધ્યાપકો પુર્વ વિદ્યાર્થીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તથા વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવેલ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા એમ જૈન અગ્રણી દિપક શાહે જણાવ્યું હતું.






Reporter: admin







