વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ કાર્યક્રમ કરવામાં આવે છે. અને વાહન ચાલકો ને હેલ્મેટ પહેરવા માટે માહિતગાર કરવામાં આવે તે ત્યારે આજે સ્ટર્લીંગ હોસ્પિટલના સંયોગથી આજે અકોટા બ્રિજ ચાર રસ્તા પાસે 80 થી વધુ હેલ્મેટનું વિતરણ કરાયું

ટ્રાફિક પોલીસ અને વડોદરા શહેર પોલીસ દ્વારા સ્કૂલ કોલેજ જાહેર માર્ગ અને ફેક્ટરીઓમાં જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેના ભાગરૂપે આજે સ્ટર્લીંગ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેર પોલીસ દ્વારા આજે અકોટા ચાર રસ્તા પાસે 80 થી વધુ હેલ્મેટ વિતરણ કરાયા. રોડ પર જઈ રહેલા વાહન ચાલકોને પકડી પકડીને હેલ્મેટ આપવા માટે લાઇનમાં ઊભા રાખ્યા તો કેટલાક વાહન ચાલકો એ હેલ્મેટ ન લેવા માટે પોલીસ સાથે ચર્ચા કરી હતી અને મને મારા કામ પર મોડું થાય છે તેવું વાહન ચાલકો દ્વારા બહાનું બતાવ્યું હતું.

વડોદરા શહેર પોલીસ દ્વારા હેલ્મેટ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે આજે વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા આ હેલ્મેટ વિતરણ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર, જોઈન્ટ સીપી ડોક્ટર લીના પાટીલ, સાથે ઉચ્ચ અધિકારીઓ અને સ્ટર્લીંગ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ હાજર રહ્યા હતા અને હેલ્મેટ આપવામાં આવ્યા હતા





Reporter: admin







