શહેરમાં રાત્રિના ૧૧ કલાક પછી દુકાનો, લારી-ગલ્લા બંધ કરાવવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે.
પરંતુ શહેરના ન્યાય મંદિરની પાછળના ભાગે આવેલ સંવેદનશીલ વિસ્તાર દૂધવાળા મહોલ્લા તેમજ સાઇકલ બજાર પાસે રાત્રિના ૧ વાગ્યા ના સમયે લારી પાનના ગલ્લા ધમધમતા જોવા મળે છે. બંધ કરાવેલ દુકાનની બહાર પોલીસ ફોન માં મશગુલ રહી શાંતિથી બેસેલી જોવા મળી હતી. ભૂતકાળમાં નજર કરીએ તો આજ વિસ્તારમાં વર્ષ ૨૦૧૮ માં લારી ગલ્લા બંધ કરાવવા પેટ્રોલિગમાં નીકળેલ મહિલા PSI પર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
તો શું પોલીસ દ્વારા આવા અમુક વિસ્તારોમાં પેટ્રોલિગ કરવામાં નથી આવતું ?? કે પછી અમુક વિસ્તારમાં ૧૧ વાગ્યા પછી લારી ગલ્લા બંધ કરાવવાનું અને અમુક વિસ્તારમાં આંખ આડા કાન કરવાની બેવડી નીતિ અપનાવવામાં આવી રહી છે ?? કોર્પોરેશન દ્વારા કેમ આવા વિસ્તારના દબાણો દૂર કરવામાં નથી આવતા ?? શું અધિકારીઓ હપ્તો લઇ રહયા છે ?? શું શહેરમાં ક્યાંક ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે ?? આવા કેટલાક પ્રશ્નો શહેર પોલીસ અને કોર્પોરેશન સામે ઉભા થઇ રહયા છે.જો આમ જ ચાલી રહ્યું તો શહેરના સંવેદનશીલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી જશે. પ્રસાશન દ્વારા કોઈ પગલાં લેવામાં નહિ આવે તો અસામાજિક પ્રવૃત્તિને વેગ મળશે તેમજ આની અસર આવી રહેલ તહેવારો પર પણ જોવા મળશે.
Reporter: admin