News Portal...

Breaking News :

અવનવી વાનગી : નમકીન શકરપારા ઘરે બનાવની સહેલી રીત જાણીશું.

2024-08-16 13:38:07
અવનવી વાનગી : નમકીન શકરપારા ઘરે બનાવની સહેલી રીત જાણીશું.


શકરાપરા એ ઘણી જૂની વાનગી છે. ઘરમાં નાસ્તામાં કે પછી દીવાળીમા નાસ્તામાં ઘણા લોકો બનાવતા હોય છે.ઘરે આપણે આ નમકીન બનાવી શકીએ છીએ.


આ બનાવવા માટે, એક કપ મેંદો, બે ચમચી રવો, દોઢ ચમચી મરી પાવડર, બે ચમચી ઘી,તળવા માટે તેલ, સ્વાદ અનુસાર મીઠુ અને જરૂર પ્રમાણે પાણી આ સિવાય એક ચમચી લસણની પેસ્ટ અને તીખાશ પ્રમાણે ચોપ કરેલ તીખા મરચાની જરૂર પડે છે.એક વાસણમાં મેંદો લો. હવે તેમાં રવો, મરી પાવડર, ઘી, લસણ પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠુ ઉમેરો. અને બરોબર મિક્ષ કરો. હવે તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી લોટ બાંધો. ધ્યાન રાખવું કે લોટ ઢીલો ન થઈ જાય. આ લોટ કઠણ બાંધવાનો છે. અને તેને મસળવાનો છે. 


હવે લોટને બે સરખા ભાગમાં વેહચીને ગોળ વણવાનો છે. વણ્યા પછી તેને લાંબી પટ્ટીમાં કે અલગ શેપ કાપવાના છે. અને દરેક પીસ પર કાંટાળા વડે થોડાક કાણા કરવાના છે. આમ કરવાથી શકરપારા સોફ્ટ અને ક્રિસ્પી બને છે. જાડા તડીયા વાળી કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાઈ એટલે મીડીયમ આંચ પર શકરપારા તળવા મુકો. થોડો બ્રાઉન કલર થાય એટલે તેને ફેરવતા રહો અને શકરપારા તૈયાર થઈ જશે.આ રીતે બનાવાથી શકરપારા ખુબ ટેસ્ટી બને છે. અને ખાવામાં ક્રિસ્પી લાગે છે.

Reporter: admin

Related Post