News Portal...

Breaking News :

શહેર પ્રમુખ ફરી, બુટલેગરની માયાજાળમાં ફસાઈ ગયા

2025-08-11 10:50:27
શહેર પ્રમુખ ફરી, બુટલેગરની માયાજાળમાં ફસાઈ ગયા


બોલો શહેર પ્રમુખે વૃક્ષારોપણના કાર્યક્રમમાં બુટલેગર જોડે ફોટા પડાવ્યા..



ગત સપ્તાહમાં ફાયર વિભાગનાં ટીલા-ટપકાવાળા- ચોટલીવાળા વિવાદિત વચેટીયાની માયાજાળમાં શહેર પ્રમુખ ટ્રેપ થયા હતા.
મિસ્દ કોલના આધારે વિશ્વની સૌથી મોટી પાર્ટી બનેલી ભાજપમાં ગમે તેવા તત્વો હવે સક્રિય કાર્યકર બની ગયા છે, અને પાર્ટીની છબીને નુકશાન કરી રહ્યા છે. નેતાઓ પણ હોંશે હોંશે આવા તત્વોની સાથે રહીને ફોટા પડાવે છે અને આ તત્વો ત્યારબાદ પોતાના નેતાઓ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં મુકીને પોતાનો રોફ જમાવાનો પ્રયાસ કરે છે. વડોદરા શહેર પ્રમુખ ડો.જયપ્રકાશ સોનીએ એક લીસ્ટેડ બુટલેગરની સાથે રહીને વૃક્ષારોપણ કર્યું હતું અને તેની સાથે ફોટો પણ પડાવ્યો હતો. આ ફોટા ભાજપ અને સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ બુટલેગરનું નામ ધમો ઉર્ફે જાસ છે અને ગોત્રી હરિનગર પાસે સારાભાઇ  સોસાયટી ખાતે શહેર પ્રમુખ ડો.જયપ્રકાશ સોનીએ વૃક્ષારોપણ કર્યું ત્યારે આ ધમો તેમની સાથેનો સાથે જ હતો. તેણે ડો.સોની સાથે ફોટા પણ પડાવ્યા હતા. શહેર પ્રમુખ ધમાને વ્યક્તિગત ઓળખે છે કે કેમ તેની ખબર નથી પણ તેમણે તપાસ કરવી જોઇએ કે પાર્ટીની છબીને નુકશાન થાય તેવા કોઇ વ્યક્તિ તો અહીં છે નહીં ને. તેમણે ડ્રાઇવ શરુ કરીને આવા કાર્યકર બનીને ફરતા તત્વોને રવાના કરી દેવા જોઇએ. આ બુટલેગર ધમો વોર્ડ નંબર 9નો કાર્યકર હતો અને તે ગોત્રી પાણીની ટાંકી પાસે દારુનો ધંધો કરે છે. તેણે પ્રમુખ જોડે હોંશથી ફોટો પડાવ્યો હતો. આ કાર્યક્રમ હરિનગર ચાર રસ્તા પાસે સારાભાઇ સોસાયટીમાં યોજાયો હતો. બુટલેગર ધમો ઉર્ફે જાસ હવે આ ફોટા એ જ્યારે પકડાશે ત્યારે પોલીસને બતાવશે અને પોતાને મોટા મોટા નેતાઓ ઓળખે છે તેવું જાહેર કરીને છુટી જશે. શહેર પ્રમુખે તત્કાળ આવા કાર્યકરોને રવાના કરી દેવા જોઇએ. આવા તત્વો પાર્ટીની અને શહેર પ્રમુખની પણ છબી બગાડે છે. ગમે તેવા લેભાગુ કાર્યકરો જોડે ફોટા પડાવાનો મોહ પણ તેમણે છોડી દેવો જોઇએ. 



શહેર પ્રમુખને કોઇ ગાઇડ પણ કરતું નથી
વડોદરા શહેર પ્રમુખ ડો.જયપ્રકાશ સોની મુળ સંઘમાંથી આવેલા છે અને અત્યાર સુધી ભાજપ કે સક્રિય રાજકારણ સાથે તેમનો સંબંધ ન હતો જેથી તે કોઇ કાર્યકરને ના પણ ઓળખે તે સ્વાભાવીક છે પણ જે તે કાર્યક્રમમાં હાજર ધારાસભ્ય, પૂર્વ કોર્પોરેટરો, કોર્પોરેટરો કે ભાજપના અન્ય નેતાઓએ તો તેમને કહેવું જોઇતું હતું કે આ વ્યક્તિ ગુનાહીત પ્રવૃત્તીવાળો છે. લાગે છે કે શહેર પ્રમુખને કોઇ ગેરમાર્ગે દોરી રહ્યું છે. કારણકે એવા ઘણા દાખલા બહાર આવ્યા છે કે શહેર પ્રમુખે વિવાદીત વ્યક્તિઓ સાથે ફોટા પડાવ્યા છે તે પછી બુટલેગર હોય કે પછી પાલિકાનાં લોભીયા કોન્ટ્રાક્ટર હોય પણ કોઇની પણ સાથે શહેર પ્રમુખ ફોટા પડાવી દે છે. ગમે તે અજાણ્યો માણસ પણ શાલ કે બુકે આપીને ફોટો પડાવીને જતો રહે અને સ્ટેટસમાં મુકી દે તો કઈ રીતે ચલાવી લેવાય ?ભાજપના નેતાઓ જે તેમની સાથે રહેતા હોય તેમણે પ્રમુખને ખરેખર તો ગાઇડ કરવાની જરુર છે. પ્રમુખ જો આ વાતને નહી સમજે તો પાર્ટી કરતા પહેલા તેમની છબી ખરડાઇ જશે તે ચોક્કસ વાત છે. ગત સપ્તાહમાં  ફાયર વિભાગનો વચેટીયો આવી જ રીતે કાર્યાલયમાં આવીને શાલ ઓઢાડીને અને બુકે આપીને જતો રહ્યો. તાજેતરમાં જ ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ સસ્પેન્ડ થયા તેમની ભલામણ કરવા માટે આ ભાઈ નેતાઓ-પત્રકારો પાસે સતત ફરતા હતા.છેલ્લે શહેર પ્રમુખ પાસે જઈ રોદણાં રડી આવ્યો. આ તોડબાજની મોડસ ઓપરેન્ડી મોટા નેતાઓ પણ જાણે છે, છતાં શહેર પ્રમુખ ટ્રેપ થઈ ગયા. હવે બુટલેગરો પણ નજીક આવતા થઈ ગયા. પક્ષની વિચારધારાને અનુરૂપ ચાલશો તો લોકો અને કાર્યકરો સ્વીકારશે.

Reporter: admin

Related Post