News Portal...

Breaking News :

ફિલિપાઈન્સના સૈનિકો પર ચીની સૈનિકોનો હુમલો: ફિલિપાઈન્સ સૈનિકોમાં મચી ગયો હાહાકાર

2024-06-20 16:23:19
ફિલિપાઈન્સના સૈનિકો પર ચીની સૈનિકોનો હુમલો: ફિલિપાઈન્સ સૈનિકોમાં મચી ગયો હાહાકાર


ફિલિપાઈન્સ સૈન્ય દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં ચીની સૈનિકો ફિલિપાઈન્સ નૌકાદળના જવાનો અને તેમના જહાજો પર ચપ્પુંથી બે ફિલિપાઈન્સ નૌસેના નૌકાદળને ઘેરતા નજર આવી રહ્યા છે.


બંને તરફથી સૈનિકો એકબીજા પર ઊંચો અવાજ કરી રહ્યા છે. સાયરન વાગતુ સંભળાઈ રહ્યું છે. ચીની કર્મચારીઓ ફિલિપાઈન્સની નૌકાને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફિલિપાઈન્સ આર્મ્ડ ફોર્સના ચીફ જનરલ રોમિયો બ્રોનર જુનિયરે બાદમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ચીની સૈન્યએ જે કર્યું તેને ભૂલી ન શકાય. તે દક્ષિણ ચીન સાગરમાં એક પ્રકારની લૂંટ હતી. આ પ્રકારની ઘટના ન થવી જોઈતી હતી. અમે ચીન પાસેથી પોતાના હથિયારો પરત કરવાની માગ કરીએ છીએ. તેમણે આગળ કહ્યું કે, તેમણે અમારા જહાજ પર ચપ્પાંથી હુમલો કર્યો. હથોડાથી નૌકાને નુકસાન પહોંચાડ્યું. આ હુમલામાં અનેક ફિલિપાઈન્સ નેવીના જવાનો ઘાયલ થયા હતા. લડાઈમાં એક જવાનનો જમણો અંગૂઠો કપાઈ ગયો હતો.


ચીની સૈનિક  ચપ્પાં અને કુહાડી લઈને તૂટી પડ્યા ફિલિપાઈન્સના અધિકારીઓએ જણાવ્યું કે, ચીની કોસ્ટ ગાર્ડના જવાનોએ ફિલિપાઈન્સ નૌકાદળના જવાનોને દક્ષિણ ચીન સાગરમાં પોતાની મોટરબોટથી અટકાવી દીધા હતા. આ ક્ષેત્રો પર ચીન પોતાનો દાવો કરતું આવ્યું છે. ચીની સૈનિકોએ પહેલા ફિલિપાઈન્સ સૈનિકોની નૌકાઓને ટક્કર મારી અને પછી તેઓ હથિયારો સાથે તેમની નૌકામાં કૂદી પડ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે ચીની જવાનોએ બોટને કબ્જે કરી લીધી અને ફિલિપાઈન્સના સૈનિકો પર હુમલો કર્યો. ચીની સૈનિકોએ તેમની સેનાના ઘણા સાધનો અને આઠ એમ4 રાઈફલો પણ લૂંટીને પોતાની સાથે લઈ ગયા છે. તેમણે આગળ કહ્યું કે, તેમણે અમારા જહાજ પર ચપ્પાંથી હુમલો કર્યો. હથોડાથી નૌકાને નુકસાન પહોંચાડ્યું. આ હુમલામાં અનેકફિલિપાઈન્સ નેવીના જવાનો ઘાયલ થયા હતા.

Reporter: News Plus

Related Post