News Portal...

Breaking News :

ચાઈનીઝ હેકર્સે અમેરિકાનાં વિત્ત મંત્રાલયનાં વિવિધ સ્ટેશનો ઉપરથી ડેટા હેક કર્યો

2025-01-01 11:34:00
ચાઈનીઝ હેકર્સે અમેરિકાનાં વિત્ત મંત્રાલયનાં વિવિધ સ્ટેશનો ઉપરથી ડેટા હેક કર્યો


વોશિંગ્ટન : ચાઈનીઝ હેકર્સે થર્ડ પાર્ટી સોફટવેર પ્રોવાઈડર સાથે સાંઠ-ગાંઠ કરી તેના દ્વારા અમેરિકાનાં વિત્ત મંત્રાલયનાં વિવિધ સ્ટેશનો ઉપરથી ડેટા હેક કર્યો છે. 


આ અંગે હવે સઘન તપાસ ચાલી રહી છે. તેમાં ટ્રેઝરી ડીપાર્ટમેન્ટનાં પ્રવક્તા અદિતિ હાર્ડાકરે સોમવારે સેનેટસને જણાવ્યું હતું. તેઓએ કહ્યું આ અંગે હજી તપાસ ચાલી રહી છે. પરંતુ તેવું પણ જાણવા મળ્યું છે કે છેલ્લાં ચાર વર્ષથી આ કાવતરૃં ચાલી રહ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે તેમાં અનકલાસિફાઈડ ડોક્યુમેન્ટ્સની જ 'ચોરી' થઈ છે. કલાસીફાઈડ ડોક્યુમેન્ટસ્ સુધી હેકર્સ પહોંચી શક્યા નથી તેમ નિશ્ચિત લાગે છે.


અદિતી હાર્ડીકરે વધુમાં કહ્યું હતું કે ચીન દ્વારા હેકીંગ થઈ રહ્યું હોવાની ઘટના તો ૨૦૧૪માં બહાર આવી હતી. ત્યારથી સાઇબર સિક્યુરિટી સખત બનાવી હોવાથી ચીને થર્ડ પાર્ટી સોફટવેર પ્રોવાઈડર દ્વારા ટ્રેઝરી ડીપાર્ટમેન્ટ હેક કર્યું હતું.હવે સલામતી ઘણી જ મજબૂત બનાવાઈ છે તેવી સ્પષ્ટતા પણ તેઓએ કરી હતી પરંતુ વધુ વિગતો જાણવા મળી નથી તેમ કહી ઘડ વાળી દીધી.

Reporter: admin

Related Post