શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી વિદ્યામંદિર સ્કૂલમાં રિક્ષા ચાલકો કેપેસિટિ કરતા વધારે વિદ્યાર્થીઓને બેસાડે છે અને સ્કૂલના વાન ચાલકો પણ બાળકોને જોખમી રીતે બેસાડી રહ્યા છે. તેમ છતાંય સ્કૂલ સંચાલકો કોઈ પગલા લેતા નથી. આર.ટી.ઓ અને ટ્રાફિક પોલીસ પણ આ બાબતે કશું કરતી નથી. કાલ ઉઠીને કોઈ અકસ્માત સર્જાશે તો એના માટે જવાબદાર કોણ ?

બાળકોને જીવના જોખમે સ્કૂલે લાવવા-લઈ જવાનું કામ કરતા રિક્ષા ચાલકો અને ખાનગી વાન ચાલકો સામે પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.ગોત્રી વિસ્તારમાં આવેલી વિદ્યામંદિર સ્કૂલમાં રિક્ષા ચાલકો કેપેસિટિથી વધારે બાળકોને બેસાડી રહ્યા છે. કેટલાક રિક્ષા ચાલકો તો પોતાની સીટની બાજુમાં પણ બાળકોને જોખમી રીતે બેસાડે છે. કેટલાક બાળકો તો રિક્ષામાં લટકીને મુસાફરી કરે છે. એવી જ રીતે ઈકો વાન ચાલકો પણ વધારે સંખ્યામાં બાળકો બેસાડી રહ્યા છે. વાનની પાછળ ગેસ સિલેન્ડરની ઉપર પણ સીટ બનાવીને બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે. સ્કૂલ છૂટે ત્યારે આવું દ્રશ્ય કોઈની પણ નજરમાં પડી શકે છે. પણ બાળકોની સલામતી સ્કૂલના સંચાલકોને દેખાતી નથી. સાથે સાથે ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ પણ સ્કૂલ વાનમાં ઘેટાંબકરાંની જેમ ભરવામાં આવતા બાળકો પ્રત્યે સંવેદનશીલ નથી. કાલ ઉઠીને આવી રિક્ષા કે, સ્કૂલ વાનમાં કોઈ અકસ્માત સર્જાશે તો એના માટે જવાબદાર કોણ ? તે વખતે વાન ચાલકો અને રિક્ષા ચાલકો સામે પગલા લેવાને બદલે એમની ઉપર પહેલેથી જ અંકુશ લગાવવામાં આવે તે ઈચ્છનિય છે. સ્કૂલ સંચાલકોએ પણ માત્ર ફી ઉઘરાવીને સંતોષ માનવાને બદલે સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષામાં બાળકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે કામ કરવું પડશે. વિદ્યાર્થીઓનાં વાલીઓ આ બાબતની ફરિયાદ સ્કૂલ સંચાલકોને કરતા ગભરાય છે, કારણ કે એમને દહેશત છે કે એમના બાળકોને શિક્ષકો અથવા સંચાલક હેરાન કરશે,નાપાસ કરશે. ટ્રાફિક વિભાગના સંબંધિત અધિકારીઓએ સ્કુલ સંચાલકને પત્ર લખી ચેતવણી આપવી જોઈએ. ત્યારબાદ પણ કાયદાનો ભંગ કરે તો તેના ઉપર જરૂરી કાર્યવાહી પોલીસે કરવી જોઈએ.
બાંધકામ પરવાનગી વગર ત્રીજા માળનું બાંધકામ અને વિદ્યાર્થિઓને ત્રીજા માળ પર જવા માટે જોખમી લોખંડના દાદરનો ઉપયોગ કરવા મજબુર કર્યા....
ગોત્રી વિસ્તારમાં આવેલી વિદ્યામંદિર શાળા છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનો વિષય બની છે. શાળા સંચાલકો દ્વારા ત્રીજા માળનું બાંધકામ રજાચિઠ્ઠી વિના અને કાયદાકીય પરવાનગી લીધા વગર ગેરકાયદેસર કરવામાં આવ્યું છે. છતા સ્કુલના સંચાલક, શિક્ષણ અધિકારી,ટી.ડી.ઓ પરીમલ પટણીનાં પેટનુ પાણી પણ હલતુ નથી, જો કોઈ દુર્ધટના બને તો જવાબદાર કોણ? વાલીઓમા ચિંતા ત્રીજા માળ પર જવા માટે વિદ્યાર્થીઓને લોખંડની સીડીનો ઉપયોગ કરવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ સીડીમાંથી રોજ વિદ્યાર્થીઓને ઉપર જવું પડે છે. શિક્ષણના મંદિર તરીકે ઓળખાતી શાળામાં આવું જોખમી માળખું હોવા છતાં ટી.ડી.ઓ શાખા નુ વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગના અધિકારીઓ મૌન છે. તે આશ્ચર્યજનક છે. શંકા ઉપજાવે છે. જો આ સીડી ઊપરથી કોઈ વિદ્યાર્થીનો સંતુલન બગડે કે દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? – શાળા સંચાલકો, પાલિકા અધિકારીઓ કે જિલ્લા શિક્ષણ અધિકારી – તે સવાલ હવે સૌના મનમાં ઉઠી રહ્યો છે.
Reporter: admin







