બરોડા પાઠશાળા ગ્રુપ દ્વારા નાના નાના ભૂલકાઓ જેમ દિવાળીમાં નુતન વર્ષાભિનંદનના કાર્ડ બનાવતા તેવી રીતે સંવત્સરી ક્ષમાપના માટેના કાર્ડ નાના ભૂલકાઓ તથા બાળકો દ્વારા બનાવી આ લુપ્ત થતી પરંપરાને બચાવવા સંદેશ આપવાનો સુંદર પ્રયાસ કર્યો હતો.
જૈન અગ્રણી દિપક શાહે જણાવ્યું હતું કે આ મોબાઇલના જેટ યુગમાં આપણે પરંપરાથી એકબીજાને નૂતન વર્ષાભિનંદન પાઠવવા માટે સરસ મજાના સુગંધીદાર કાર્ડ બનાવીને સગા સંબંધીઓ અને મિત્રોને મોકલતા હતા તેવી જ રીતે જૈનોમાં પણ પર્યુષણ આ પર્વ પૂર્ણ થતા સંવત્સરી ક્ષમાપના ના કાર્ડ મોકલવાની એક પરંપરા ચાલતી હતી પરંતુ જ્યારથી મોબાઇલ આવ્યા ત્યારથી આ પરંપરા લુપ્ત થઈ ગઈ છે લોકો મોબાઈલ ઉપર જ એકબીજાને ક્ષમાપના પાઠવી દેતા હોય છે ત્યારે ફરીથી આ પરંપરા ને પુનર્જાગૃત કરવા માટે વડોદરા શહેરની પાઠશાળાના બાળકો દ્વારા એક નવતર પ્રયોગ પહેલીવાર કરવામાં આવ્યો છે જેમાં વડોદરા શહેરના તમામ જૈન સંઘો ના પાઠશાળાના બાળકો આમાં જોડાયા છે દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘમાં પાઠશાળામાં ભણાવતા ખુશ્બુબેન વોરા એ જણાવ્યું હતું કે અમારી અલકાપુરી જૈન સંઘના બાળકોની જે પાઠશાળા છે તેના બધા બાળકોને પાઠશાળા ની બહેનો દ્વારા જુદા જુદા થીમ આપીને પોતાની સર્જનાત્મક શક્તિ પ્રમાણે કાર્ડ બનાવવા માટે આહવાન કર્યું હતું
અને તે પ્રમાણે બાળકોએ અવનવી વસ્તુઓ વાપરી જુદા જુદા ક્ષમાપનાના કાર્ડ જુદા જુદા સંદેશ સાથે બનાવ્યા હતા અને આજે અલકાપુરી જૈન સંઘ ઉપાશ્રય તથા હસમુખા શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય ખાતે પ્રદર્શન તથા વેચાણ અર્થે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ અંગે સંઘ ના ટ્રસ્ટી જી આર ડી શાહે આચાર્ય પૂર્ણ ચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં જાહેરાત કરી હતી ત્યારબાદ આ કાર્ડ ના પ્રદર્શનમાં તથા વેચાણમાં લોકોએ ભારે પડા પડી કરી મૂકી હતી. અલકાપુરી જૈન સંઘની પાઠશાળા ની નાની બાલિકા જિનેશ્રી અનિશ શાહે જણાવ્યું હતું કે આ કાર્ડ ના વેચાણમાંથી થયેલી તમામ આવક સદકૃત્યમાં વાપરવામાં આવશે. સંઘમાં જે ચૈત્ય પરિપાટી યોજાશે તેમા આવકનો ઉપયોગ કરવામાં આવશે.વ્યાખ્યાન બાદ સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ દિલેશ મહેતા, જૈન અગ્રણી દિપક શાહ, હરીશભાઈ વૈદ્ય,ડો. બંકિમ શાહ સહિત અનેક અગ્રણીઓ મુલાકાત લઇ કાર્ડ ખરીદી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું.
Reporter: admin