બાળકો માટે પૌષ્ટિક ગણાતા દૂધ માટે આંગણવાડી સંચાલકોના ફાફા

Icds ના અધિકારી કહી રહ્યા છે ગ્રાન્ટ નથી મળી સાથે બરોડા ડેરી દ્વારા બાળકોને પીરસાતા દૂધ ના પેકેટના ભાવો ડબલ કરી દીધા છે. ઉપરાંત ફેટ સહિતની માત્રા ડબલ કરી નાખી છે, જેથી બાળકોના સ્વસ્થ અંગે પણ સવાલ ઊભા થયા છે,જેથી દૂધની ગુણવતા અંગે વડોદરાની એમએસ યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીના અધિકારી પાસે સર્વે કરાવવામાં આવી રહ્યો છે,કે વધુ પડતું ફેટ અને કેલરી બાળકો માટે હાનિકારક તો નથી ને કારણકે બાળકો ડાયેરિયા સહિતના રોગોની ચપેટમાં આવી શકે છે જેથી સંસ્થા એ રૂક જાવની પોલિસી અપનાવી છે. શહેરની 438 આંગણવાડીમાં દસ હજાર કરતા વધુ બાળકો છે આવે છે, જેના ખોરાક, વજન અને ન્યુટ્રેશનની તકેદારી આંગણવાડી દ્વારા સામાન્ય રીતે રાખવામાં આવતી હોય છે, જ્યાં હાલ દૂધના ફાફા છે.

અગાઉ આખો જૂન મહિનો બાળકોને દૂધ પીરસ્યા વગર ગયો, જેથી જુલાઈમાં વીસ દિવસ દૂધના નાના પાઉચ મળતા થયા જે હવે ફરી નાણાંકીય અભાવ અને સર્વેને લઈ ને બંધ થઈ ગયું, આમ ફરી એક વખત બાળકોને દૂધ થી વંચિત રહેવું પડે છે. છેલ્લા ચાર દિવસ થી ફરી એક વખત આંગણ વાડીના બાળકો ફ્લેવર દૂધના પાઉચ થી વંચિત,અધિકારીઓ એક બીજાને આપી રહ્યા છે ખો, જોકે મહિલા અગ્રણી ચંદ્રિકા બેન સોલંકીનું કહેવું છે સરકાર દ્વારા ગ્રાન્ટ નહીં ફાળવાતા આંગણવાડીના ભૂલકાં ઓ ફ્લેવર્ડ મિલ્ક થી વંચિત રહી ગયા છે, સરકાર આ માટે વહેલી તકે ગ્રાન્ટ ફાળવે જેથી બાળકોને પોષણ યુક્ત આહાર પૈકીનું ગણાતું દૂધ મળી રહે, તેમને સરકારી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા, અને બાળકોના સ્વસ્થ સાથે ચેડાના કરવા તાકીદ કર્યા હતા,હવે જોવાનું એ રહેશે કે દૂધની રાહ જોઈને બેઠેલાં આંગણવાડીના ભૂલકાંને દૂધ ક્યારે મળશે,સરકાર આ માટે તાત્કાલિક ગ્રાન્ટ ફાળવે તે જરૂરી છે.






Reporter: admin







