વડોદરા : શહેરના અકોટા ખાતે રાધાકૃષ્ણ ગાર્ડનમાં સોમવારે મોડી સાંજે પિતા સાથે ફરવા આવેલા બાળક પર કુતરાએ હુમલો કરતાં દોડધામ મચી ગઈ હતી. પિતા સાથે હોવાથી બાળકને વધુ નુકસાન પહોંચ્યું ન હતું. બાળકને વધુ નુકસાન પહોંચે તે પહેલા બચાવી લીધો હતો.

રાધાકૃષ્ણ ગાર્ડનમાં છેલ્લા ઘણાં સમયથી ૧૦ થી ૧૨ શેરી કુતરાઓએ કહેર મચાવી દીધો છે. ગેટની આસપાસ તથા બગીચામાં કુતરાઓ બેસી રહેતાં હોવાથી અહીં આવતાં લોકોમાં પણ બચકું ન ભરી લે, તેવો ડર રહે છે.સ્થાનિક રહિશના કહેવા પ્રમાણે, કુતરાઓને બગીચામાંથી બહાર કાઢવા સિક્યોરિટી જવાનોને વારંવાર જણાવ્યું છે, છતાં કોઈ કાર્યવાહી કરતાં નથી.

ઉલટાનું સિક્યોરિટી ગાર્ડ દ્વારા એવું કહેવમાં આવે છે કે, મારી જવાબદારી નથી, કુતરૂ કરડે તો હું શું કરું. દરમિયાન આજે પિતા સાથે આવેલા એક બાળકને કુતરાએ પકડી લીધો હતો. જોકે, તેના પિતા સાથે હોવાથી વધુ શારિરીક ઈજા થઈ ન હતી. રહિશનો એવો પણ આક્ષેપ છે કે, સિક્યોરીટી જવાનોની નોકરી બગીચામાં હોય છે, પરંતુ મોટાભાગે તેઓ બહાર જ ફરતાં હોય છે.
Reporter: admin







