વધતા જતા અકસ્માત ને ધ્યાન માં રાખીને રાષ્ટ્રીય સંત આચાર્ય સંજય મુનિજી દ્વારા જણાવવામાં આવ્યું હતુંકે, હાલ અકસ્માતના બનાવવામાં સતત વધારો જોવા મળી રહ્યો છે
જેમાં ખાસ કરીને યુવાનો દ્વારા ઓવર સ્પીડમાં વાહન ચલાવીને અકસ્માત સર્જવાના કારણો તેમજ અન્ય કારણો પણ સામે આવી રહ્યા છે જેના કારણે યુવાનો ને ગંભીર ઈજા સાથે મોતના બનાવો પણ જોવા મળી રહ્યા છે ત્યારે તેઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે હાલ થોડા દિવસ પહેલા જેમ સરકારી કચેરીઓમાં કામ કરતા અધિકારીઓ તેમજ કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટની સૂચના આપવામાં આવી છે
તેવી જ રીતે દરેક પેટ્રોલ પંપ પર પણ હેલ્મેટ હોય તેવા જ વાહનોમાં પેટ્રોલ ભરવામાં આવે તેવો પણ એક કાયદો બનવો જોઈએ જેના કારણે આ વધતા જતા અકસ્માતો પર અંકુશ લાવી શકાય અને પ્રશાસન પણ સરળતાથી તેમની કામગીરી કરી શકે અને લોકો પણ આ નિયમોનું પાલન કરે તેઓ એક સુજાવ તેઓ દ્વારા આપવામાં આવ્યો હતો અને પ્રશાસનને અપીલ પણ કરવામાં આવી હતી.
Reporter: admin