ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં તેમના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
આ ત્રણ વર્ષોમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ વધારી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં જી૨૦ મીટિંગો તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ૧૦મું સંસ્કરણ, બંને સફળતાપૂર્વક સંપન્ન થયા છે. તેમના નેતૃત્વ હેઠળ આજે ગુજરાત દેશનું સેમિક્ધડક્ટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧૧ જેટલી મહત્ત્વપૂર્ણ પૉલિસીઓ લોન્ચ કરી છે, જે ગુજરાતની પૉલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની છબિને વધુ મજબૂત બનાવે છે. ગુજરાતની જનતાની સેવાના ત્રણ વર્ષોમાં ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમ ગુજરાત ‘એ તમામ ક્ષેત્રોમાં ઝડપી વિકાસને વેગ આપ્યો છે. વડા પ્રધાનએ ‘વિકસિત ભારત ૨૦૪૭’નું જે વિઝન આપ્યું છે, તેને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ની નેમ સાથે સાકાર કરવા માટે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે. મુખ્યમંત્રીના ૩ વર્ષનાં કાર્યકાળ દરમિયાન જાહેર થયેલી મહત્ત્વપૂર્ણ યોજનાઓ, પહેલો, નીતિઓ અને ગુજરાતની સિદ્ધિઓ અંગે માહિતી મેળવીએ.
૩ વર્ષ દરમિયાન નવી નીતિઓ જાહેર કરી
૧. ગુજરાત આત્મનિર્ભર પૉલિસી
૨. ગુજરાત બાયોટેક્નોલોજી પૉલિસી
૩. નવી ગુજરાત IT/ITes પૉલિસી
૪. ગુજરાત સ્પોર્ટ્સ પૉલિસી
૫. ડ્રોન પૉલિસી
૬. ગુજરાત સેમિકંડક્ટર પૉલિસી
૭. ગુજરાત રિન્યુએબલ એનર્જી પૉલિસી
૮. સિનેમેટિક ટૂરિઝમ પૉલિસી
૯. સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન પૉલિસી ૨.૦ (SSIP-2.0)
૧૦. ગુજરાત ખરીદ નીતિ
૧૧. ગુજરાત ગ્રીન હાઈડ્રોજન પૉલિસી ૨૦૨૪
સુશાસનની સિદ્ધિઓ:-
ગુજરાતની જનતા માટે ગરવું ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત, ગતિશીલ ગુજરાત એમ ૫જીનો સમાવેશ કરતું સર્વગ્રાહી દિશાદર્શન કરનારું ₹૩ લાખ ૩૨ હજાર કરોડનું માતબર બજેટ.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના ૧૦મા સંસ્કરણનું સફળ આયોજન.
અર્નિગ વેલ, લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાત ૨૦૪૭’નો રોડમેપ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય.
Reporter: admin