News Portal...

Breaking News :

સાવલી તાલુકાના પોઇચા કનોડા ગામે મહી નદીમાં ૪૨૯.૭૬ કરોડના ખર્ચે બનનાર મહી નદી પર બનનાર વિશાળ વિયરનું મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતમુર્હુત કર્યું

2024-10-19 14:50:44
સાવલી તાલુકાના પોઇચા કનોડા ગામે મહી નદીમાં ૪૨૯.૭૬ કરોડના ખર્ચે બનનાર મહી નદી પર બનનાર વિશાળ વિયરનું મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતમુર્હુત કર્યું


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સાવલીમાં બનનાર નવનિર્મિત બસ ડેપો વર્કશોપનું પણ ખાત મુહુર્ત કર્યું 



આ વિયરથી સાવલી ના ૩૪ ગામો ને સિંચાઇનો લાભ મળશે અને ૪૯૦ થી વધુ કુવા રિચાર્જ થશે,આ યોજના થકી સાવલી ડેસર ઠાસરા તથા ઉમરેઠ તાલુકામાં ભૂગર્ભજળ સ્તર ઊંચા લાવવા, તથા મીઠા પાણીના જળ સંગ્રહ થશે 10 મીટર ઊંચો ‌ બનનાર પોઇચા કનોડા વીયર‌ થી ૪૯૦ ઉપરાંત કુવાઓ રિચાર્જ થશે,મંત્રી કુવરજી બાવળીયા સાંસદ હેમાંગ જોશી, સાવલી ધારાસભ્ય અને જિલ્લાના તમામ ધારાસભ્યો હાજર રહ્યા


તેમજ સાવલીના ૭૭૦૦૦ જેટલી વસ્તીને પીવાના પાણી અને સિંચાઇની સુવિધા ઉપલબ્ધ થશે તેમજ ૧૫ કિલોમીટર સુધી પાણી ભરાશે અને નદીની બંને બાજુ ૪ કિલોમીટર સુધી ભૂગર્ભ જળનું સિંચન થશે. આ વિયર થી ૯૦ લાખ ચોરસ મીટરમાં જળ સરોવર મત્સ્ય ઉદ્યોગ પશુપાલન તેમજ કૃષિ અને ઔધોગિક એકમોને ફાયદો પહોંચશે

Reporter:

Related Post