રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ અને વરિષ્ઠ સનદી અધિકારી શ્રી ધનંજય દ્વિવેદીએ આજે સાવ અચાનક મધ્ય ગુજરાતની સહુ થી મોટી સયાજી હોસ્પિટલની મુલાકાત લઈને વિવિધ વિભાગોની કામગીરી અને સાધન સુવિધાઓ નું નિરીક્ષણ કર્યું હતું.જો કે તેમણે મુલાકાતના આશય અંગે ટુંકો જવાબ આપતાં જણાવ્યું હતું કે અભ્યાસ ના હેતુસર હું અહીં આવ્યો છું.
જો કે હોસ્પિટલ તંત્રને આ મુલાકાતનો અણસાર અગાઉ થી આવી ગયો હોવો જોઈએ.
એટલે હોસ્પિટલ તંત્રની ચેતના એમના આગમન પહેલાં એકાએક સળવળી ઉઠી હતી.
હોસ્પિટલમાં ઠેર ઠેર સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી.રંગરોગાન કરવાની સાથે ncot માં તાત્કાલિક એ.સી.લાગી ગયા હતા.યુદ્ધના ધોરણે સફાઈ થતાં ક્યાંક દર્દીઓને કામચલાઉ ખસેડવા પડ્યા ત્યારે બોટલ ચઢી રહી હોય એવા કેટલાક દર્દીઓ હાથમાં બોટલ પકડીને ફરતા નજર આવ્યા હતા.
હાલમાં હોસ્પિટલમાં ncot અને આઈ.સી. યુ સુવિધાઓ સહિત નવીનીકરણ ના વિવિધ કામો ચાલી રહ્યા છે. ત્યારે અગ્ર સચિવશ્રી એ આ તમામ કામોમાં પ્રગતિના નિરીક્ષણ માટે આવ્યા હોવાનું મનાઇ રહ્યું છે.
જે પણ કારણ હોય એમની મુલાકાતને લીધે વડોદરાનું આ મોટું દવાખાનું સ્વચ્છ થયું અને બળબળતા ઉનાળામાં એસી ની સુવિધા મળી એ આનંદની વાત જ ગણાય..
Reporter: News Plus