એકસપ્રેસ હાઇવે પર ૧૦ જિંદગીનો ભોગ લેનારા ઘાતક અકસ્માતની શાહી સુકાઈ ગઈ હોય એવું લાગે છે.ફરીથી બધા તંત્રો મહેરબાન થઇ ગયા છે એટલે બિન અધિકૃત મુસાફરી કરાવનારાઓ બિન્દાસ્ત થઈ ગયા હોય એવું દૃશ્ય આજે નડિયાદ નજીક જોવા મળ્યું હતું.

આજે એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ નજીક પસાર થતી એક આઇશર મીની ટ્રકનો વિડિયો વાઇરલ થયો છે.ચાલકે કેરિયરમાં લગભગ ૧૦ જેટલા મુસાફર ભર્યા છે જેઓ ઊભા ઊભા અથવા પાતળી પાળી પર બેસીને જોખમી રીતે પ્રવાસ કરી રહ્યા છે.મોટા ભાગે નોકરિયાતો અને વિદ્યાર્થીઓ હોય એવું જણાય છે.

નક્કી આ વાહનને બે નાકા તો પસાર કરવા જ પડશે.તો પણ ચાલકને કોઈ ડર નથી એટલે બધું પહેલે થી સેટ થયેલું હશે એ નક્કી. જબ સૈયાં ભયે કોટવાલ તો અબ ડર કાહે કા જેવો ઘાટ છે.
લાગે છે કે એક્સપ્રેસ હાઈવેના ટોલનાકાઓ પર પોલીસ બંદોબસ્ત મૂકી દંડનીય સખત કાર્યવાહીની જરૂર છે..
Reporter: News Plus







