વડોદરા : શહેરની છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી. સભાસદોનો વિચાર કરતી એક સંસ્થા છે, સંસ્થા અધ્યક્ષ ગૌરવ રમાકાંત પવળે સંસ્થા ની સાથે સમાજ ને અને રાષ્ટ્રના વિકાસ મા શુ કરી શકાય તેનો વિચાર સર્વ પ્રથમ રહેછે.

ત્યારે હિન્દુ નવવર્ષ અને ગુડી પાડવાના શુભ અવસર મંડળી છત્રપતિ શિવાજી રાજે વિશ્વ કલ્યાણ યોજના લોંચ કરી રહી છે. આજે જ્યારે કેટલાય લોકો શરીરના કેટલાક અંગ ખરાબ થવા થી જીવ ગુમાવ્યો છે, સાથે નેત્રહીન તા પણ વિશ્ચ માટે પડકાર રૂપ પ્રશ્ન છે, ત્યારે અંગદાન ને પ્રેરણા આપવા માટે ગુજરાત જ નહિ પણ સમગ્ર ભારત પહેલી સહકારી મંડળી લી છે જો કોઈ સભાસદ અંગદાન કરે તો તેના પરિવાર ને રૂપિયા 25,000 આપશે. અને સાથે સભાસદ સહાય યોજનાની જે મળવા પાત્ર રકમ હશે તે અલગથી આપવામાં આવશે. જેનાથી જેના ઘર મા દુખ નો સમયે આવ્યો છે. તે સમય આ રકમ પરીવાર ને મદદરૂપ થઈ શકે છે.

આ એક પહેલ થી લોકોમા અંગદાન વિશે જાગૃતિ આવશે. સાથે મંડળી શિવ કલ્યાણ પુત્રી યોજના જેમાં જે સભાસદ ના ઘરે દિકરી અવતરે અને એ દિકરી જ્યારે 20 વર્ષ ની થાય તો રૂપિયા 20000 મંડળી ભેટ સ્વરૂપ આપશે. અને ત્રીજી યોજના છે. સભાસદ સતાબ્દી જન્મોત્સવ જેમાં જે સભાસદ જો 100વર્ષ ના થાય તો તે સભાસદ ને રૂપિયા 1લાખ ભેટ સ્વરૂપે આપવામાં આવશે. છત્રપતિ શિવાજી સહકારી મંડળી લી નવા વર્ષના વધામણા કરતા આ નવી યોજના લાવી અમલમાં મુકી રહ્યુ છે. કહેવાય છે ને સેવા એ પોતાના ઘર થી શરૂઆત કરવિ જોઈ એ તો તેને ધ્યાનમાં રાખીને મંડળી ના અધ્યક્ષ ગૌરવ રમાકાંત પવળે એ પણ પોતાના અંગદાનની જાહેરાત મંચ પર થી કરી હતી સાથે મંડળી ના સભાસદ ભગીરથ ભટ્ટ અને રાજેશ એ પણ પોતાના અગંદાની જાહેરાત કરી હતી.






Reporter: admin







