છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દિવ્યાંગ ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દિવ્યાંગ ગરબા મહોત્સવ ૨૦૨૫ નું આયોજન કરાયું.

શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી દિવ્યાંગ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ માનસિક આરોગ્ય કેન્દ્ર ના પ્રાંગણ ખાતે દિવ્યાંગ ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ અને માનસિક લોકોએ ગરબા ધુમિયા હતા.

આ ગરબામાં મુંબઈથી 30થી વધુ દિવ્યાંગ અને માનસિક લોકો કરવામાં જોડાયા હતા. સાથે આ ગરબા મહોત્સવમાં 25 વધુ લોકોએ અંગદાનની જાહેરાત કરવામાં આવી હતી દિવ્યાંગ અને માનસિક લોકો પણ ગરબા મહોત્સવનો ઉત્સાહ માણી શકે તેથી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.






Reporter: admin







