News Portal...

Breaking News :

કેન્સરની બીમારીથી વ્યથિત પિતાએ માસૂમ સંતાનોને ઝેર પીવડાવી આત્મહત્યા કરી

2025-10-07 11:34:10
કેન્સરની બીમારીથી વ્યથિત પિતાએ માસૂમ સંતાનોને ઝેર પીવડાવી આત્મહત્યા કરી


દેવભૂમિ દ્વારકા: જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે સોમવારે (6 ઓક્ટોબર) સાંજે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે, જેણે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. ગામના એક યુવાને પોતાની ગંભીર બીમારીને કારણે બાળકોના ભવિષ્યની ચિંતામાં આવીને પોતાનાં બે માસૂમ સંતાનને ઝેરી દવા પીવડાવીને મોત નિપજાવ્યાં બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.



મૃતકોનાં નામ:-
મેરામણ કરશન ચેતરિયા (પિતા, ઉં.વ.40)
ખુશી મેરામણ ચેતરિયા (પુત્રી, ઉં.વ.5))
માધવ મેરામણ ચેતરિયા (પુત્ર, ઉં.વ.3)



કેન્સરના અંતિમ સ્ટેજની ચિંતાએ ભોગ લીધો મળતી વિગતો મુજબ, લાંબા ગામે રહેતા મેરામણભાઈ કરસનભાઈ ચેતરિયા નામના યુવાનને છેલ્લાં લગભગ પાંચેક વર્ષથી મોઢાના કેન્સરની ગંભીર બીમારી હતી. હાલ તેમની આ બીમારી અંતિમ સ્ટેજમાં હતી અને ગમે તે સમયે મૃત્યુ થવાની સંભાવના હતી.આ જીવલેણ બીમારી અને હવે પોતાનું મૃત્યુ નિશ્ચિત હોવાની બાબતે તેઓ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ વ્યથિત રહેતા હતા. તેમને સતત એ ચિંતા સતાવતી હતી કે તેમના મૃત્યુ પછી તેમનાં નાનાં બાળકોનું શું થશે? આ જ વ્યથામાં આવીને ગઈકાલે સોમવારે સાંજના સમયે તેમણે આ કરુણ પગલું ભર્યુ.પિતા સહિત માસૂમ પુત્રી અને પુત્રનાં મોત વ્યથિત મેરામણભાઈએ પહેલા પોતાની પાંચ વર્ષની પુત્રી ખુશી અને ત્રણ વર્ષના પુત્ર માધવને ઝેરી દવા પીવડાવી દીધી હતી. માસૂમ સંતાનોનું મોત નિપજાવ્યાં બાદ મેરામણભાઈએ પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી, જેના કારણે પિતા મેરામણભાઈ ચેતરિયાનું પણ મૃત્યુ નીપજ્યું હતું. એક જ પરિવારના ત્રણ સભ્યનાં મૃત્યુથી લાંબા ગામે ગમગીની છવાઈ ગઈ છે.પોલીસ તપાસ શરૂ, હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધાયો આ ગમખ્વાર ઘટનાની જાણ થતાં જ દ્વારકા સર્કલના DySP સાગર રાઠોડ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.

Reporter: admin

Related Post