તરસાલીમાં શેરડીનો રસ પીધા બાદ પિતા અને પત્નીનું મોત થયું હોવાની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે. ચેતન સોનીએ પુત્ર, પિતા અને પત્નીને શેરડીના રસમાં ઝેર પોટેશિયમ ગોલ્ડ સાઇનાઇડ ભેળવી આપી દીધું હતું. પુત્રની સ્થિતિ હાલ ખૂબ ગંભીર છે. જ્યારે પોતે ફસાવાના ડરે પરિવારને ઝેર આપ્યાના ત્રણ દિવસ બાદ ચેતને પણ તે જ ઝેર પી લીધું હતું. જોકે હાલ તે પણ ગંભીર સ્થિતિમાં છે. મેના રોજ રાતે 11 વાગ્યાથી શરૂ થયેલા 3 દિવસના ઘટનાક્રમમાં ક્યારે શું બન્યું?
1 મે રાત્રે 11 વાગે જમીને પુત્ર, પત્ની અને પિતાને ઝેરી શેરડીનો રસ પીવડાવ્યો
2 મે વહેલી સવારે 1.50 કલાકે ગંભીર હાલતમાં પુત્ર, પત્ની અને પિતાને લઈ સયાજી હોસ્પિટલ પહોંચ્યો
2 મે બપોરે 3 વાગે ચેતનના પિતાનું મોત થયું (મોત બાદ સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મુક્યા)
3 મે વહેલી સવારે ત્રણ વાગે ચેતનની પત્નીનું મોત થયું
3 મે બપોરે 12 વાગે ચેતને બારોબાર પોલીસને જાણ કર્યા વિના પત્ની અને પિતાની અંતિમક્રિયા કરી નાખી
3 મેએ રાત્રે 9.20 વાગે સયાજી હોસ્પિટલમાં સેમ્પલ સાથે લઈ જઈને વર્ધી લખાવી કે, પત્નીએ શેરડીના રસમાંપત્નીએ શેરડીના રસમાં પોટેશિયમ ગોલ્ડ સાઇનાઇડ ભેળવી દીધું હોવાની શંકા છે.
3 મે રાત્રે 12 વાગ્યાની આસપાસ મકરપુરા પોલીસ ચેતનને તેના ઘરે લઈ ગઈ, ત્યારે ફસાઈ જવાના ડરે છુપી રીતે પોતે પણ ઝેરી રસ પી લીધો
Reporter: News Plus