વડોદરા: ખાનગી કંપનીમાં ફરજ બજાવતા પાંચ સાથી કર્મચારીઓને સસ્તુ સોનું અપાવવાના નામે ઠગી લેવામાં આવ્યા હોવાનો બનાવ બનતા ગોરવા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
એલેમ્બિક બિઝનેસ સેન્ટરમાં આર્ચર ટ્રાન્સનેશનલ સિસ્ટમ પ્રા.લી કંપનીમાં ફરજ બજાવતા નવીનકુમાર મહેતોએ પોલીસને કહ્યું છે કે, મારી સાથે અગાઉ કંપનીમાં જીતેન્દ્ર રાજપુરોહિત કામ કરતા હોવાથી અને તેઓ સસ્તામાં ઇલેક્ટ્રોનિક્સ આઈટમો અને સોનું અપાવતા હોવાની માહિતી મળતા ઓક્ટોબર 2024 માં સાત તોલા સોનું લેવા માટે તેઓને 5.40 લાખ આપ્યા હતા.
આવી જ રીતે અમારી સાથે કામ કરતાં હરપુનિતસિંગ સાગર પાસેથી 1.83 લાખ, મહેબૂબહુસેન પઠાણ પાસેથી રૂ.49000, રોનકભાઈ રાણા પાસેથી 6.11 લાખ મળી કુલ રૂ.13.85 લાખ લીધા હતા. પરંતુ ત્યારબાદ જીતેન્દ્રએ અમને સોનું કે રૂપિયા પરત કર્યા ન હતા.
જીતેન્દ્રએ અમને મળવાનું બંધ કર્યું હતું અને ફોન પણ લેતો ન હતો. તેની સાથે વાત થઈ ત્યારે પૈસા આપવાની ના પાડી દીધી હતી. જેથી ગોરવા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
Reporter: admin







