જૂનાગઢ : ગુજરાતી ફિલ્મ "લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે" સૌરાષ્ટ્રમાં બની છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ જૂનાગઢ શહેરમાં થયું છે. ફિલ્મના મુખ્ય પાત્ર 'લાલો' અને તેની પત્ની જે ઘરમાં રહે છે તે ઘર પણ જૂનાગઢ શહેરના ફુલિયા હનુમાન વિસ્તારમાં આવેલી છું. આ ઘરમાં જ ઘણા બધા શોટ લેવામાં આવ્યા છે. માત્ર લાઈટબીલ લાલો ફિલ્મ બનાવનારે આપ્યું હતું. 100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મના નિર્માતા તેઓ એ બીજી કોઈ મદદ કે રકમ આપી નથી.
ગુજરાતી ફિલ્મ "લાલો: શ્રી કૃષ્ણ સદા સહાયતે" હાલ ખૂબ પ્રસિદ્ધ થઈ રહી છે. લોકો ફિલ્મના વખાણ કરતા થાકતા નથી, અને ફિલ્મની સ્ટાર કાસ્ટ પર પ્રેમ વરસાવી રહ્યા છે. બીજી તરફ જૂનાગઢનો ફુલિયા હનુમાન વિસ્તાર પણ અચાનક પ્રસિદ્ધિ પામી રહ્યો છે. કારણ કે, આ વિસ્તારમાં આવેલા એક ઘરને ફિલ્મના મુખ્ય પાત્ર લાલોનું ઘર બતાવવામાં આવ્યું છે. ઉપરાંત મોટાભાગનું શુટીંગ પણ અહીં જ થયું છે.

લાલો" ફિલ્મ જૂનાગઢના રીક્ષા ચાલકના જીવનની આસપાસ ફરે છે. આ વ્યક્તિ નશામાં ધૂત થઈને પોતાના પરિવાર અને જીવનને બરબાદ કરી નાખે છે. આ પાત્રની આસપાસ ચલચિત્રની સમગ્ર કથા લખવામાં આવી હતી. ફિલ્મમાં લાલો, તેનો પરિવાર અને તેનું કેન્દ્રસ્થાને રહ્યા હતા. આ ઘર જૂનાગઢના ફુલીયા હનુમાન વિસ્તારમાં આવેલું છે. ફિલ્મના ઘણા દ્રશ્ય આ ઘરમાં જ ફિલ્માવ્યા છે. જૂનાગઢમાં આવેલું લાલાનું આ ઘર હાલમાં 'ટોક ઓફ ધ ટાઉન' પણ બન્યું છે.

આ ઘરમાં રહેતા હંસાબેન વાજાએ જણાવ્યું કે," આ ફિલ્મ 'લાલા' પર બનતી હતી માટે અમે ખુશ હતા. ફિલ્મનું શૂટિંગ 10-12 દિવસથી વધુ ચાલ્યું હતું. અમારા ઘરની જૂની વસ્તુઓ પણ જેમની તેમ રાખવામાં આવી હતી. આ બધું ભગવાનની દયાથી જ થયું છે."
Reporter: admin







