મુંબઇ: અદાણી ગ્રીન એનર્જીએ એક નિવેદન જાહેર કરીને કંપનીના ડિરેક્ટર્સ ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (એફસીપીએ) હેઠળ મુકાયેલા આરોપને ફગાવી દીધા છે.
કંપનીએ કહ્યું છે કે આવા નિવેદનો સંપૂર્ણપણે ખોટા છે. અદાણી ગ્રીન એનર્જીના જણાવ્યા મુજબ, ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ડીઓજે અથવા યુએસ એસઈસી સિવિલ ફરિયાદમાં નિર્ધારિત બાબતોમાં FCPAના કોઈપણ ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો નથી. અદાણી ગ્રીન એનર્જીએ બુધવારે સ્ટોક સાથે ફાઈલ કરાયેલ રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ માહિતી આપી છે.જોકે, અદાણી ગ્રુપે અમેરિકાના તમામ આરોપ ફગાવ્યા બાદ અદાણી ગ્રુપની તમામ લિસ્ટેડ કંપનીઓના શેરના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ નો શેર 2.47 ટકા વધીને રૂપિયા 920.75 થયો હતો. અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 3.39 ટકા વધીને રૂપિયા 2,223.40 અને અદાણી એનર્જી સોલ્યુશન્સ 5.95 ટકા વધીને રૂપિયા 636.50 થયો હતો.અદાણી ટોટલ ગેસ લિમિટેડમાં 4.54 ટકા, અદાણી પોર્ટ્સમાં 1.46 ટકા, અદાણી વિલ્મરમાં 2.26 ટકા, અંબુજા સિમેન્ટ્સમાં 1.20 ટકા, અદાણી પાવરમાં 5.29 ટકા, સાંઘી ઇન્ડસ્ટ્રીઝમાં 1.15 ટકા, એસીસીમાં 1.27 ટકા અને એનડીમાં 3.05 ટકા છે વધારો થયો છે.
Reporter: admin