News Portal...

Breaking News :

GSEB ની ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષામાં ફેરફાર: ધો.9 અને 11ની 12 એપ્રિલની શાળાકીય વાર્ષિક પરીક્ષા 21 એપ્રિલના રોજ લેવાની રહેશે

2025-04-02 13:35:06
GSEB ની ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષામાં ફેરફાર: ધો.9 અને 11ની 12 એપ્રિલની શાળાકીય વાર્ષિક પરીક્ષા 21 એપ્રિલના રોજ લેવાની રહેશે


ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ધો. 9 અને 11ની વાર્ષિક પરીક્ષાઓ 7 એપ્રિલથી શરૂ થઈ રહી છે. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષામાં ફેરફાર કરાયો છે. 


જે મુજબ 12 એપ્રિલે લેવાનારી પરીક્ષા હવે 21 એપ્રિલે લેવાશે.ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં ફેરફાર કરવામા આવ્યો છે. જે મુજબ જે પરીક્ષા 12 એપ્રિલે લેવાની હતી તે હવે 21 એપ્રિલે લેવામાં આવશે. રાજ્યભરના તમામ જિલ્લાના કુલ મળીને 2553 કેન્દ્રોમાં બપોરના 12 થી 2:30 દરમિયાન લેવામા આવશે. આ કેન્દ્રો સ્કૂલોમાં જ રાખવામાં આવે છે.ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તમામ ડીઈઓને પરિપત્ર કરીને ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષામાં ફેરફાર બાબતે જાણ કરવામા આવી છે. 


જે મુજબ શાળાકીય પરીક્ષાનો વિષયવાર કાર્યક્રમ તેમજ પ્રશ્નપત્રો શાળા વિકાસ સંકુલ દ્વારા અથવા સ્કૂલ કક્ષાએ નિયત કરવામા આવે છે. જેથી રાજ્યની તમામ માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક સ્કૂલોમાં પરીક્ષાને લઈને એકસૂત્રતતા જળવાય તે માટે ધો.9 અને 11ની 12 એપ્રિલની શાળાકીય વાર્ષિક પરીક્ષા 21 એપ્રિલના રોજ લેવાની રહેશે. ધો.9 અને 11માં અંદાજે 10 લાખથી વઘુ વિદ્યાર્થીઓએ રાજ્યની સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં છે.

Reporter: admin

Related Post