નર્મદા : જિલ્લામાં રાજકીય ગરમી અને અસંતોષના સંકેતો દર્શાવે છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવાના નિવેદનો જિલ્લા કલેકટર અને ભાજપ તરફથી ચાલી રહેલા દબાણથી સંકળાયેલા છે.
ચૈતર વસાવાએ દબાણ, ધમકીઓ અને ફરીથી તપાસનો આરોપ લગાવ્યા છે.ચૈતર વસાવાના દાવા મુજબ, 75 લાખના તોડકાંડના મામલે મનસુખ વસાવાએ બીલકુલ ખોટા દાવા કર્યા છે. સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા સામે 75 લાખના તોડપાણી ના ગંભીર આક્ષેપો કર્યા છે ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા એ કલેકટરને રૂબરૂ મળીને 75 લાખ માગવા અંગે ખુલાસો પૂછ્યો હતો
ભરૂચ જિલ્લા કલેકટરે આ પ્રકારની કોઈ વાતચીત થઈ નથી તેવી સ્પષ્ટતા કરી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાએ આ અંગે મીડિયા અંગે માહિતી આપી હતી આ ઘટનાની સાથોસાથ વિવિધ અનુકૂળ અને વિરોધાભાસી નિવેદનો ચર્ચામાં છે. તમને લાગે છે કે આ રાજકીય મકસદ અથવા કોઈ ખાનગી દુશ્મનીનો પરિણામ છે? તેવી ચર્ચા ઉઠી છે.
Reporter: admin







