વડોદરા જિલ્લાના 10 યુવકો સહિત દેશભરના 100થી વધુ યુવકો મ્યાંનમારમાં ફસાયા. ડેટા એન્ટ્રીની નોકરીના નામે મ્યાંનમારમાં મોટું રેકેટ ચાલતું હોવાનો ખુલાસો.

નોકરીની લાલચ આપી યુવકોને મ્યાંનમાર લઈ જઈ બંધક બનાવાયા હોવાનો આરોપ મ્યાંનમારમાં ફસાયેલા ભારતીય યુવકો દ્વારા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ. વીડિયોના માધ્યમથી વતન પરત લાવવા માટે સરકાર પાસે મદદની ગુહાર. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના શાઢાસાલ ગામના યુવકો પણ ફસાયા. શાઢાસાલ ગામના પરિવારજનોમાં ભારે ચિંતા અને આક્રોશ.

પરિવારજનોએ સ્થાનિક ધારાસભ્યને મળી તાત્કાલિક મદદ માટે રજુઆત કરી. રજુઆત બાદ ધારાસભ્યે કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયને પત્ર મોકલ્યો. વિદેશ મંત્રાલય પાસે યુવકોને સુરક્ષિત પરત લાવવા માટે હસ્તક્ષેપની માંગ.
Reporter:







