News Portal...

Breaking News :

સદી જૂની સરકારી હોસ્પિટલ ને દબાણ નો ભરડો.

2024-05-27 16:04:46
સદી જૂની સરકારી હોસ્પિટલ ને દબાણ નો ભરડો.


સયાજી હોસ્પિટલના પહેલા ગેટથી બીજા ગેટ સુધી વાહન અને લારી-ગલ્લા ના દબાણની ભરમાર દર્દીવાહિનીઓ અટવાય છે..દબાણો થી સ્મશાન પણ બાકાત નથી તો દવાખાનાઓ ની વાત જ શું કરવી? 


સદી જૂની સરકારી સયાજી હોસ્પિટલ ની આસપાસ અર્ધ ચંદ્રાકારે દબાણોએ ભરડો લીધો છે.સરકારી દવાખાના નું ગળું દબાતું હોય અને શ્વાસ રુંધાતો હોય એવી દયનીય સ્થિતિ છે.સંતરામ મંદિર સામેના દરવાજે થી લઈને કીર્તિ મંદિર સામેના ગેટ સુધી,ખાનગી એમ્બ્યુલન્સ,અન્ય વાહનો,લારિગલ્લાઓનું દબાણ માત્ર દવાખાનું નહિ પણ આખા રાજમાર્ગ ની શોભા બગાડે છે.ભવ્ય પ્રવેશદ્વાર બનાવ્યા છે પણ દબાણો થી મુક્તિ માટે ના સયાજી ના સત્તાવાળા કે ના ટ્રાફિક પોલીસ,કોઈ પ્રયાસો કરતું નથી.ખાનગી એમ્બ્યુલન્સ ના નામે અહીં ખખડધજ વાહનો નો ઢગલો ચોવીસે કલાક જોવા મળે છે.મનમાં આવે તેવો ભાવ દર્દીઓના સ્વજનો ની ગરજ પ્રમાણે લેવાય છે


આ વાહનો નું યોગ્ય પાસીંગ છે કે નહિ એની તપાસ કરવાની કોઈને ફુરસદ નથી. હા, સાજા થયેલા દર્દીને કે મરણ પામેલા સ્વજનના મૃતદેહ ને ગામડે લઈ જવા માટે કોઈ યોગ્ય અને અધિકૃત પરિવહન વ્યવસ્થા નથી.એટલે આ મજબૂરીની વ્યવસ્થા પણ સારી લાગે છે.બીજી બાજુ લારી ગલ્લાઓ ના પણ ભરપૂર દબાણ છે. પાન,બીડી,ભૂસા, ભજીયા,ચા ની લારીઓ નો ખડકલો થયો છે.હોસ્પિટલમાં થી દર્દીઓ ને લઈ ને આવતા કે હોસ્પિટલમાં લઇ જતા વાહનો ને પસાર થવાની જગ્યા પણ મળતી નથી.ખરેખર તો હોસ્પિટલ ના બંને ગેટ ખાતે ટ્રાફિક પોલીસની વ્યવસ્થા જરૂરી છે .તેની સાથે દબાણો હટાવવાની આવશ્યકતા છે.પણ આ બધું કોણ કરે? કોના કહેવાથી કરે? રામ જાણે

Reporter: News Plus

Related Post