દિલ્હી : કેન્દ્ર સરકારે અરવલ્લી પર્વતમાળા અંગે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે જણાવ્યું છે કે, તે સમગ્ર અરવલ્લી પર્વતમાળાનું રક્ષણ કરશે.
અરવલ્લી પર્વતમાળામાં કોઈ નવા માઇનિંગ લાઇસન્સ કે લીઝ આપવામાં આવશે નહીં, એટલે કે કોઈ માઇનિંગ થશે નહીં. આ પ્રતિબંધ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હીમાં ફેલાયેલી સમગ્ર અરવલ્લી પર્વતમાળા પર સમાન રીતે લાગુ પડશે.ગુજરાત, રાજસ્થાનથી લઈને દિલ્હી સુધી અરવલ્લી પર્વતમાળામાં માઈનિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે.
હવે અરવલ્લી રેન્જ પર ગેરકાયદે માઇનિંગ પર પ્રતિબંધ લાગશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય પહાડોમાં થઈ રહેલા ગેરકાયદે અને અનિયમિત માઇનિંગને પૂરી રીતે રોકવાનો છે.
Reporter: admin







