News Portal...

Breaking News :

શ્રીવર્ષીતપના ૧૦૦ દિવસ પૂર્ણ થવાની હર્ષ ઉલ્લાસથી ઉજવણી

2025-06-29 18:01:27
શ્રીવર્ષીતપના ૧૦૦ દિવસ પૂર્ણ થવાની હર્ષ ઉલ્લાસથી ઉજવણી


વડોદરા : આજરોજ શ્રી ભાગ્યવર્ધક વિશ્વામિત્રી જૈન સંઘ માં શ્રી ઋષભદેવ પરમાત્માએ કરેલ ૪૦૦ દિવસના વર્ષીતપની જેમ સંઘ માં પણ શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની અસીમ કૃપાથી અને ગત વર્ષે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત નયચંદ્રસાગર મહારાજના શિષ્ય એવા મુનિરાજ સંભવચંદ્ર સાગર મહારાજ સાહેબની પ્રેરણા થી શરૂ થયેલ વર્ષીતપના ૧૦૦ દિવસ પૂર્ણ થવાની ઉજવણી હર્ષ ઉલ્લાસ અને ઉમંગ થી કરવામાં આવી હતી . 


જેમાં મુખ્ય દાતા મનહરભાઈ ભોગીલાલ શાહ તેમજ શ્રીમતી મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર ખાસ ઉપસ્થિત રહી સતત ૧૦ મા વર્ષીતપ, ૫ માં વર્ષીતપ અને ૩ જા વર્ષીતપ ની સાથે પ્રથમ વર્ષીતપ કરનાર કુલ ૧૨૦ તપસ્વીઓની ખૂબ જ અનુમોદના કરી પ્રોત્સાહન આપ્યું હતું . 


અન્ય દાતા ઓ ની સાથે સંઘ પ્રમુખ જીતેન્દ્રભાઈ, વિપીનભાઈ તેમજ મહેશભાઈ,નયનભાઈ,યોગેશભાઈ, નૈષધભાઈ સાથે વૈયાવચ માટે ખડે પગે સતત ઊભા રહેનાર રાજેન્દ્રભાઈ, અમિતભાઈ, પારસભાઈ, જીગ્નેશભાઈ, કેયુરભાઈ, મનીષભાઈ તેમજ સંઘ અનેક ભાઈઓ તેમજ બહેનોની સંઘ અનુમોદના કરે છે .

Reporter: admin

Related Post