વડોદરા વાઘોડિયા રોડ પર આવેલ નારાયણ વિદ્યાલયમાં દીવાલ ધસી પડવાની ઘટનામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ હવે શાળામાં સર્જાયેલી આ ઘટના અંગે એફ.એસ એલની ટીમની મદદ લેવામાં આવી છે. વાઘોડિયા રોડ ખાતે આવેલ આ શાળામાં તપાસ માટે એફ એસ એલની ટિમ પહોંચી હતી.
ગઈકાલે નારાયણ વિધાયાલયમાં રિસેશના સમયે વર્ગખંડની દીવાલ ધરાશાયી થતા ત્રણ જેટલા વિધાર્થીઓને ઇજા પહોંચ્યાંની ઘટના બની હતી. આ શાળાના બાંધકામની ગુણવત્તા સહિત અન્ય પાસાઓના અભ્યાસ માટે એફ એસ એલની મદદ લેવામાં આવી છે. દીવાલ પડવાની ઘટનાના સીસીટીવ ફૂટેજ સોશિયલ મીડિયામાં મોટા પ્રમાણમાં વાયરલ થયા હતા જેના કારણે ડિઈઓ ઓફિસ દ્વારા સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.
ગંભીર પ્રકારની બેદરકારીને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાના શાળાની આસપાસ રહેતા સ્થાનિકોએ આક્ષેપ પણ કર્યા છે. સીસીટીવી ફૂટેજ જોયા બાદ શાળા સંચાલકો દ્વારા માત્ર એક જ વિદ્યાર્થીને ઇજા પહોંચી હોવાનું જણાવ્યું હતું એ વાત ખોટી સાબિત થઈ છે. સમગ્ર ઘટનામાં સ્કૂલના સંચાલકો દ્વારા મીડિયા અને વાલીઓને ગેર માર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ડીઈઓ કચેરી ખાતે આ ઘટના સંદર્ભે બેઠક યોજાઇ હતી જેમાં સત્તાધીશો દ્વારા એફએસએલ ટીમની મદદ લેવાનું નક્કી કરવામાં આવતા શાળા ખાતે ટીમના સભ્યો આગળની તપાસ કરવા માટે પહોંચ્યા હતા.
Reporter: