News Portal...

Breaking News :

શહેરમાં તસ્કરો બન્યા બેફામ, જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં દુકાનના તાળા તોડવાનો નાકામ બનાવના સી

2024-08-04 15:15:26
શહેરમાં તસ્કરો બન્યા બેફામ, જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં દુકાનના તાળા તોડવાનો નાકામ બનાવના સી


વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં ઉંડેરા આવાસ ખાતે ગત 30 જુલાઈના રોજ વહેલી સવારે ચોરોએ દુકાનના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો.ચોરો તાળા તોડવામાં નાકામ રહ્યા હતા અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જે વાયરલ થઈ રહ્યા છે.



વડોદરા શહેરમાં પોલીસની પેટ્રોલિંગના તસ્કરો દ્વારા ધજાગડા ઉડાડવામાં આવે છે. શહેરમાં પોલીસ પેટ્રોલિંગ મોટાભાગ ના વિસ્તારોમાં કરતી નથી તે સાબિત થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી તસ્કરો પોલીસને હંફાવી રહ્યા છે. શહેરના ચાર દરવાજા વિસ્તાર જે ભરચક વિસ્તાર છે એમાં પણ તસ્કરો બેફામ બન્યા છે.અને ત્યારબાદ કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોનીની દુકાન ને પણ તસ્કરોએ ટાર્ગેટ કર્યો હતો. 


હવે જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં થયેલા ચોરો તાળા તોડવામાં નાકામ હતા તેના સીસીટીવી વાયરલ થઈ રહ્યા છે.જવાહરનગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ઉંડેરા આવાસ ખાતે ગત 30 જુલાઈના રોજ વહેલી સવારે તસ્કરોએ દુકાનના તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારે જહેમત બાદ તાળું ના તૂટતા તસ્કરોનો પ્રયાસના કામ રહ્યો હતો. ત્યાંથી તસ્કરો પલાયન થઈ ગયા હતા પરંતુ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આખિયાંઘટના ના સીસીટીવી વાયરલ થયા છે.

Reporter: admin

Related Post